________________
અગિયારમું ]
સ્થાનાંગસૂત્ર
૧૪૭
છે એમ કહેવાવાળા હેાય તે ખ ંનેના ચેાપડા જોવાય. ચોપડામાં નોંધ નીકળે, ઘડનાર કહે, માલ આપનાર કહે કે આને આપ્યુ છે ત્યારે તેને માલ છે એમ નક્કી થાય. પહેલાં તે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તે જીવ' અગર ‘આત્મા' શબ્દની ઉત્પત્તિ જિનેશ્વરથી છે.
પદાર્થ જાણ્યા પછી નામ સ્થાપન
સામાન્ય નિયમ છે કે પદાર્થ જેવામાં, જાણવામાં આવે ત્યારે તેના વ્યવહાર માટે નામનુ સ્થાપન કરવું પડે. જે પદા જોવામાં, જાણવામાં ન આવે ત્યારે તેના નામ સ્થાપનની જરૂર રહેતી નથી. અને જોયા જાણ્યા વિના પદાર્થોના નામનુ સ્થાપન કરવામાં આવે તે નામ ઘણાં થઇ જાય. આત્મા સ્પર્શદિને વિષય નથી.
સ મતવાળાને આ વાત મજુર છે કે દુનિયામાં હવા એ અનાજના કાંટે, શાકના કાંટે, સેાનાના કાંટે પણ તેાલવાની ન હોય; એમાંના એકે કાંટે તેાલાય નહિ. હવાના તાલ માટે સ્વતંત્ર કાંટો તેમ આ આત્મા સ્પર્શન, રસન, ઘ્રાણુ, ચક્ષુ, ક્ષેત્ર પાંચ ઇંદ્રિયમાંથી એકે ઇંદ્રિયને વિષય નથી. આત્મા અરૂપ, ‘અ’શબ્દ વગેરે કહીએ છીએ. ‘આત્મા' સ્પશ વગેરેને કાંટે જણાતા નથી. એને માટે કાંટા જુદો જોઇએ. ‘આત્મા’ને જણાવના૨ કાણુ?
જ્યારે આત્માને જાણવાને કાંટા જુદો છે તે તે કાંટે કયા ? કૈવલ્યને. કેવળજ્ઞાન સિવાય આત્માને જાણવાના કેાઈ કાંટા નથી. ઇંદ્રિયાના બધા કાંટા નકામા, કૈવલ્યના કાંટા કામને. કૈવલ્યજ્ઞાન ફકત જિનેશ્વરમાં રહેલું છે. કોઈ પણ પોતાના દેવને ‘અલ્પજ્ઞ’ માનવા તૈયાર નથી. કાઇ છેકરે! માને ડાકણુ કહેવા