________________
વિવેક
સંસારના કાર્યકારણનું સ્પષ્ટ ભાન તે લોકવાદ. આત્મા પોતે કર્તા અને ભક્તા છે તેવું (પદાર્થોનું, ચાકસ કર્યજ્ઞાન તે કર્મવાદ. અને કર્મબંધનથી છૂટી જવાની ક્રિયાઓનું જ્ઞાન થયું તેને ક્રિયાવાદ કહેવાય. આત્મવાદ, લકવાદ, કર્મવાદ અને ક્રિયાવાદ આ ચારે વાદના એકીકરણથી જ સાચે આત્મવાદ સમજાય. જે કેવળ આત્મવાદી છે તે આત્મવાદી નથી, પણ એકાંતવાદી છે. એકાંતવાદમાં પ્રત્યક્ષ આત્મપતન કદાચ ન પણું દેખાય, પરંતુ આત્મવિકાસ તો નથી જ.
આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છાવાળાને કર્મવાદ, લોકવાદ અને ક્રિયાવાદ પણ સાથે ને સાથે જ જાણવાની આવશ્યક્તા છે. અથવા બીજી રીતે એમ પણ કહી શકાય કે આતમવિકાસના આ ચારે પાયા છે. એ ચારે પાસાએ જાળવવાથી ચાર પાસાં મજબૂત રહે છે. આત્મા કર્મને સ્તંભોક્તા છે; કર્મબંધનથી સંસાર થાય છે; સંસારના આગમનથી ક્રિયાઓની પરંપરા જન્મે છે અને ક્રિયાઓનું પરિણમન વૃત્તિ પર થતાં જ આત્મચેતન્યનું પરિસ્પંદન થાય છે–એ રીતે ચારે અંગે પરસ્પર સંકળાયેલાં છે.
આ પરથી જિજ્ઞાસુને એટલું જ્ઞાન થઈ જવું જોઈએ કે જે આત્મા જડ કર્મથી મિશ્રિત છે તે આત્માના વિકાસ માટે કેવળ તત્ત્વજ્ઞાનની વાતો જ કરવાથી આત્મભાન થવું અશકય છે. આત્મભાન માટે તો જડ કર્મનાં આવરણે દૂર થાય તેવી શુદ્ધ પ્રવૃત્તિ આદરવી જોઈએ. પરંતુ આ સ્થળે એક વાત ખાસ યાદ રાખવાની છે, અને તે એ છે કે (અદૂષિત) પ્રવૃત્તિદ્વારા તેનામાં શક્તિ અને સંયોગની જેમજેમ અનુકૂળતા થતી જાય તેમ તેમ આત્મલક્ષ્ય વચ્ચે કાકર્ષણ–સિદ્ધિઓ વગેરેનું પ્રલોભન–પણ વધતું જાય. તેવા પ્રસંગે સાધક પ્રલોભનમાં ન સપડાતાં એક આત્મલક્ષ્ય રાખી વિકાસ– શ્રેણિએ આગળ ધપે.
કર્મબંધહેતુવિચાર [૪] કર્મ એ સંસારપરિભ્રમણનું કારણ છે. તે કઈ જાતની ક્રિયાએથી થાય છે તે હવે સુધર્મસ્વામી સ્પષ્ટ કરતાં કહે છે, કે “હે જંબૂ! મેં કર્યું (૧), મેં કરાવ્યું (૨), મેં બીજા કરનારને અનમેદન આપ્યું (૩), હું કરું છું (૪), હું કરાવું છું (૫), કે કરનાર ઠીક કરે છે તેમ માનું છું (૬), હું કરીશ (૭), હું કસવીશ (૮), કે હું બીજા કરનારને અનુમોદન આપીશ (૯), એ રીતે નવ મેદાને