________________
૧૦૨
આચારાંગસૂત્ર
સ્વભાવ અનંતને છે. એકનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા પછી અનંતનું સ્વરૂપ જાણવું સહજ બની રહે છે. તેથી જ સૂત્રકારે અહીં એક અને અનેકનો સુમેળ બતાવ્યો છે. અનંતતા અને એક્તામાં શબ્દપ્રયોગના ભેદ સિવાય કશો ભેદ નથી. આત્માનું પોતાનું સ્વરૂપ અનંત છે, અને વિશ્વનું સ્વરૂપ પણ અનંત છે. જે પિતાની અનંતતાને પામી ગયો, તે એક્તાને પામ્યો છે અને જે એક્તાને પામ્યો છે, તેણે અનંતતા પણ સાધી લીધી છે. “પિંડે સો બ્રહ્માડે” એવું વાક્ય છે તે અક્ષરશઃ આ રીતે સમજી શકાય. વિશ્વ અને વ્યક્તિને ભેદે જ્યાં સુધી અહંત્વ, મમત્વાદિ આગ્રહ છે ત્યાં સુધી જ રહે છે. જ્યાં વ્યક્તિત્વને આગ્રહ ગયે અને ચૈતન્ય અને જડને ભેદ સમજાય, ત્યાં આખા વિશ્વને ભેદ ઉકેલાઈ જ ગયો જાણ; કારણ કે જે સ્વરૂપ ચૈતન્ય અને જડમાં દેખાય છે તે જ વિશ્વમાં છે. સંખ્યા અને બળના ભેદની તરતમતા જાણવા સમજવામાં જરાયે બાધક નથી.
એક અને સર્વને આ ભેદ કેવળ અનુભવગમ્ય હોવાથી બુદ્ધિને સવથા સંતોષી શકાશે નહિ; છતાંયે તકેદારી જે કંઈ સમાધાન મળે તે દ્વારા શ્રદ્ધા રાખવી જ રહી. આપણે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થના કેઈ એક ધમ. ગુણને ઈદ્રિયદ્વારા જાણુએ, એટલે એ પદાર્થ મેં જાણું લીધો એવા શબ્દપ્રયોગ કરીએ છીએ, પરંતુ આ કથન કેવળ આપચારિક છે, વાસ્તવિક નથી. જેમકે, નારંગીને આંખથી જોનાર એમ કહી નાખે કે મેં નારંગી જેઈ, પરંતુ નારંગીનું તેણે માત્ર રૂપ જોયું છે; રૂપ ઉપરાંત તે નારંગીમાં રસ, ગંધ, સ્પર્શ, ઘનત્વ, લધુત્વ, ગુરુત્વ, ઇત્યાદિ ઘણાય ગુણો છે, તેમને તેણે અનુભવ કર્યો નથી, એ સમજાય તેવી બીના છે.
એક ઇન્દ્રિયથી કે સર્વ ઈન્દ્રિયથી કે મનથી એકીસાથે કઈ પણ પદાર્થોના સંપૂર્ણ પર્યાયો, બધી સ્થિતિઓ અને બધા ગુણ જોઈ કે જાણી શકાય જ નહિ; કારણ કે પદાર્થના સર્વ ધર્મોને એકીસાથે નિર્ણય કરવો એ ઇંદ્રિયનો વિષય નથી. એ જ્ઞાન તેમની શક્તિથી પર છે. જોકે પદાર્થોના બધા ધર્મોનું મૂળ તો એક જ છે, પણ તે કેવળ આત્મગમ્ય છે, બુદ્ધિગમ્ય નથી. આથી એક આત્મસાક્ષાત્કાર એટલે અનંતતાનો સાક્ષાત્કાર.
જયારે આત્મા કર્મ લેપથી સંપૂર્ણ શુદ્ધ થાય, એટલે કે તે કેવળ જ્ઞાનમય બને, ત્યારે અનંતતાને સાક્ષાત્કાર થાય. આ કેવળ સંપૂર્ણ જ્ઞાનની સ્થિતિ છે. તે સ્થિતિને જે શબ્દદ્રારા વ્યક્ત કરવી હોય તો સર્વજ્ઞ