________________
આચારાંગસૂત્ર
નોંધ –ભજન એ સુધા નિવારવાઅ ઉપગી છે અને જીવન માટે પદાર્થ છે, પદાર્થ માટે જીવન નથી. આટલે જે સાધકને સતત ઉપયોગ હોય તે સ્વાદ જય જરૂર કરી શકે. આ સૂત્રમાં શ્રમણ મહાવીર સ્વાદ પર કેટલો પ્રબળ વિજય મેળવ્યું હતું એનું અનુભવપૂર્ણ પ્રમાણે છે. તેઓ આઠઆઠ માસ સુધી લખા ભાત, બેરને ભૂકાને બનેલે બારકૂટ તથા અડદના બાકળા પર જીવન નિર્વાહ કરી શક્તા. અને એ પણ ભૂખ લાગે ત્યારે જ. આ બીના એમની શરીરસ્થિતિની સહજતા અને નિર્મોહતાને પણ સ્પષ્ટ કરે છે.
ઐતિહાસિક દષ્ટિએ અવલોક્તાં તે કાળે લોકોમાં ભાત, બારકટ અને અડદના બાકળાનો રિવાજ બહુ પ્રમાણમાં પ્રચલિત લાગે છે. એથી એ સહજ પ્રાપ્ત થવો શક્ય હોઈ શ્રમણ મહાવીરને એ મળે, અને એમાંથી પણ એ સુધાતૃપ્તિ મેળવી લે, એ એમને માટે તદ્દન સ્વાભાવિક છે.
અહીં જીવનપોષક તત્ત્વને પ્રશ્ન રહે ખરે. પણ એ યાદ રાખવું જોઈએ કે ઉપર દેખાતા રસાળ પદાર્થો સાથે જ જીવનપોષક તત્વોને સંબંધ નથી. ઘણું પદાર્થો ખાવામાં નીરસ લાગે છતાંય એમાં જીવનપષક તત્ત્વ સારા પ્રમાણમાં હોય. ઉપરની ત્રણે વસ્તુઓના સંબંધમાં પણ એવું જ છે. એ ત્રણેમાં રસમાધુર્ય ન દેખાય તોય જીવનપોષક તત્ત્વ તો પૂરા પ્રમાણમાં છે જ. અને રસના સંબંધમાં તો એવું છે કે જેને સાચા રસની પ્રતીતિ થઈ છે તે સૂકા દેખાતા પદાર્થમાંથી પણ રસ લઈ શકે છે. અને એ નથી એને તે રસાળ પદાર્થ પણ નીરસ નીવડે છે. જીભમાં અમી સાથે મળેલો.
ખે આહાર પણ જે રસાનંદ જન્માવે છે અને અપે છે, તે રસ કૃત્રિમ સ્વાદ કે કૃત્રિમ રસથી તરબોળ કરેલાં ભેજન નથી જન્માવી કે અપી શક્તો. આવો અનુભવ કોને નહિ હોય ?
છતાં પછીથી આ સૂત્રના છેલ્લા અંશમાં જે કાળમર્યાદા છે તે પરથી સૂત્રકાર એમ પણ કહી જ દે છે કે આ પ્રકારનો આહાર જ લેવો એ એમને આગ્રહ પણ નહતા. જ્યાં આગ્રહ છે, ત્યાં સહજતાનો લોપ થાય છે. એટલે આઠ માસ સુધી અને તે પણ તેવા પ્રસંગને અનુસરીને જ આ પ્રયોગ તેમના જીવનમાં થયો હતો. બાકી તેમની સાધનાને ઘણોખરે ભાગ તો કાયમી તપશ્ચર્યા છે. એમની તપશ્ચર્યા પણ સહજતપશ્ચર્યા હતી. સહજ