________________
પરિશિષ્ટ એ છે કે એ દર્શનોનું માત્ર વૈદિક ધર્મોમાં સ્થાન હોઈ એમાં જૈનદર્શન કે બૌદ્ધદર્શનનું સ્થાન નહોય. કારણ કે એ બને તે વેદધર્મથી તદન સ્વતંત્ર દર્શન છે. મારી સ્વતંત્ર માન્યતા એ છે કે જૈનદર્શન એટલે સત્યદર્શન ! એ બધાને સમાહાર કરે કે સંધાન કરે એટલું જ એનું કાર્ય. એને સમુદ્રની ઉપમા આપી શકાય. એક આચાર્યવરે બહુ સુંદર કથન
उदधाविव सर्वसिन्धवः प्रविभक्तासु
सरित्सु न हि तासु भवान् विदृश्यते ।
આચાર્યશ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે “બદ્દર્શન જિન અંગભણિ. જે એ છએ દર્શન અંગ છે, તે જૈનદર્શન અંગ છે.
આટલું થવા છતાં જૈન સંસ્કૃતિની માન્યતાને પ્રચાર કરવા સારુ જૈન દર્શનને પણ દર્શન તરીકે આલેખવાનો પ્રયત્ન થયો છે અને એ રીતે બૌદ્ધધર્મની પરંપરા પ્રમાણે જૈન ન્યાયની પરંપરા ચાલુ પણ થઈ છે.
એટલે શ્રીહરિભદ્રસૂરિજી આ પ્રમાણે છ દર્શન ક્રમ વર્ણવે છે. बौद्धं, नैयायिक, सांख्य, जैन वैशेषिकं तथा ॥ जैमिनियनामानि दर्शनानाममून्यहो ॥
(૧) દર્શન પ્રણાલિકાનું મંડાણ જ યુક્તિવાદ–તક પર મનાતું હોઈ એ સારા પ્રમાણ અને તેના અવચ દાખલ થાય એ સ્વાભાવિક છે. તોય જે પ્રત્યક્ષાદિ પ્રમાણે તેમાં અવગાહન કરવાના સાધનરૂપ નય, નિક્ષેપ, સાપેક્ષવાદ ઇત્યાદિ અંગે રચાયાં છે. એ સાહિત્યનું બીજ તો મૂળ આગમોમાં અને તેની ટીકાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે જૈન સંસ્કૃતિનું મંડાણ કેવળ તક અને કેવળ કર્મકાંડ પર નથી પણ ભાવના, સત્યમ અને અનુભૂતિ એ ત્રણ એનાં મૂળ બીજ છે.
૨) જૈનાચાર્યોએ સન્મતિતિક જેવા પ્રૌઢ ન્યાયગ્રન્થની સ્વતંત્ર ઘણી રચનાઓ બનાવી ન્યાયપરંપરાને વેગ આપ્યો છે.
(૩) વિવિધ દર્શનોને અવલોકવા માટે શ્રી હરિભદ્રસૂરિજી તથા શ્રી રાજશેખરને ‘પદ્દન સમુચ્ચય'; એની ટીકા તથા શ્રી સયગડાંગની ટીકા વાંચો.