________________
પરિશિષ્ટ
૯૯
જીવનની નિગૂઢ ગુફામાં જઇ જે બુદ્ધિ સત્યના રાહ સ્પષ્ટ કરે છે તેને વિવેકબુદ્ધિ કહેવામાં આવે છે.
સત્યને સ્થાન કે ક્ષેત્રનાં બંધન નથી. અનાસક્ત દશા એ ત્યાગનું ફળ છે. વીય ને છુપાવવું એ આત્મઘાત છે. શીલરક્ષણ એ ચારિત્રઘડતરના મુખ્ય પાયા છે.
જ્યાં સત્ય છે ત્યાં આત્મજ્ઞાન છે, અને જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે.
સત્ય, શ્રદ્ધા અને સમભાવથી ચારિત્ર્યખળ ખીલે છે અને કર્મબંધન ઢીલાં પડે છે.
વૃત્તિનાં દ્વન્દ્વો ઉપર વિજય મેળવે એ જ સાચા વિજેતા છે.
શ્રદ્ધા વિના સમજ નથી, સમજ વિના શાન્તિ કે સમાધિ નથી. સત્પુરુષાના અનુભવ, આગમવચન અને પેાતાની વિવેકબુદ્ધિ એ ત્રણેના સમન્વય પછી સત્પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાના અટલ નિશ્ચય જાગે એ શ્રદ્ધા.
અનુભવનાં મૂલ્ય મેઘેરાં છે. કાઇ,મરજીવા જ જીવનરત્નાકરમાં ડૂબકી મારી અનુભવનું રત્ન પામી શકે છે ?
ભાગ આનંદને લૂટે છે. સંયમ આનંદને સમપે છે. વૃત્તિઓ ઉપર વિજય મેળવનાર પાતકી પણપ્રભુતા પામે છે. સ્વાપ ણુના માર્ગ સર્વશ્રેષ્ઠ છે.
ઉપાદાનની શુદ્ધિ કર્યા બાદ સત્યની સાધના શરૂ થાય છે. સત્યનું એકલક્ષીપણું, વીરતાભરી અહિંસા અને માનમમતાના ત્યાગ: એ ત્રણે સાધનાદ્વારા ઉપાદાનની ક્રમશઃ શુદ્ધિ થાય છે.