________________
૧૦૨
આચારાંગસૂત્ર - જ્યાં પાપવૃત્તિ નથી, સ્વાર્થભાવના નથી, વાસના નથી, કલેશ કંકાસ નથી, “મારું એ જ સાચું એ કદાગ્રહ નથી પણ “સત્ય એ મારું” એ જ્યાં સત્યાગ્રહ છે, ત્યાં જ સદધર્મ ટકી શકે છે.
સ્વાદ જય એ સાધનાનું સાચું સાધન છે.
બહિર્મુખદષ્ટિ આત્મવિકાસનું આવરણ અને કર્મબંધનનું મૂળ છે.
અહિંસાને જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે સંબંધ છે. સાચા અને સનાતન ધર્મનું પાલન અહિંસાની જીવનવ્યાપી આચરણીયતામાં છે. એટલે અહિંસા સર્વને માટે અનિવાર્ય અને શક્ય હેઈ શ્રદ્ધાસ્પદ બનવી ઘટે.
કૃત્રિમ વિલાસમાં હિંસાની ગંધ છે. હિંસા અને ધર્મ બન્ને એકીસાથે ટકી ન શકે.
અહિંસાની શુદ્ધિ અને શક્યતા માટે આસક્તિ અને પૂર્વાધ્યાસથી પર રહેવું આવશ્યક છે.
Sઈક
:
:
:
:: ,