________________
આચારાંગસૂત્ર એક પાસેથી લઈને બીજાને આપવું એ આદર્શ દાન નથી. પોતાની આવશ્યકતાઓ ઓછી કરી તેમાંથી બીજા- . ને આપવું એ આદશ દાન છે. - સમભાવના પાયા ત્રણ છે નિઃસ્વાર્થતા, અર્પણતા અને પ્રેમ. એ ત્રણ પાયા ઉપર જે ક્રિયાથી જીવનનું ચણતર થાય એ ક્રિયાનું નામ ધર્મક્રિયા.
નિર્ભયતા અને આત્મસ્વાતંત્ર્ય એ બે સાધુતાના મુદ્રાલેખે છે. જે સાધક પિતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને બીજી બાજુ પ્રભનનાં પુષ્પ હોવા છતાં તેથી કંટાળતે કે તેમાં મુગ્ધ થતો નથી, તે જ સાધક પિતાની સાધનાને સિદ્ધ કરી શકે છે.
યાવનમાં ધર્મ સહજ છે. થોવન એ જીવનનું સારભ છે. સૌન્દર્ય, ઉત્સાહ, ઓજસ્ અને આકર્ષણ એ વન– શક્તિનાં પ્રતીક છે.
નૈસર્ગિક જીવન જિવાડે એ જ સાચે સંયમ.
સંસ્કૃત રસની લહેજત ચખાડે એ સંયમ અને વિકૃત રસની ઝંખનાને વધારે એ વિલાસ.
જીવન સંસ્કારને ઘડે છે અને સંસ્કારો જીવનને ઘડે છે. જેને જીવનને મોહ નથી અને મૃત્યુને ભય નથી, એ જ સાચે જ્ઞાની પુરુષ છે.
જે ક્રિયાઓ દ્વારા કષાય મંદ પડે અને આત્માના ગુણે વિકસિત થાય એ જ ધર્માચરણ છે.
સહિષ્ણુ પુરુષમાં જે આત્મબળ હોય છે તે લાખના વિજેતા વીરમાં નથી હોતું.