________________
૧૦૭ પાપનું પ્રાયશ્ચિત્તઃ જેને પાપ સાલતું હોય, જે પાપની પીડાથી
પીડાતો હોય, જે પાપમય પ્રવૃતિથી કંટાન્યો હોય, એવા પાપપ્રવૃત્તિમાં ભાન ભૂલેલા પાપાત્માઓને પ્રાયશ્ચિત્તદ્વારા જીવનશુદ્ધિને માર્ગ બતાવનાર, સ્વદેનું નિરીક્ષણ કરવાને પેગામ સંભળાવનાર આ પાપનું પ્રાયશ્ચિત્ત નામનું પુસ્તક કદમાં નાનું હોવા છતાં ભાવમાં મોટું છે. લલિત પ્રાકૃત ભાષામાં મૂળ લેકે, તેની નીચે સંસ્કૃત
કે અને સમલૈકી ગૂજરાતી પદે સુંદર ભાવાર્થ સહિત આપવામાં આવ્યા છે. સંપૂર્ણ પૃષ્ઠ ૧૦૦,
મૂલ્ય ૦-૧-૩, ૮. ખ. જુદુ. સુખને સાક્ષાત્કાર–સરલ–સરસ સુંદર માર્ગદર્શક પ્રકાશન.
સુખ કેણ નથી ચાહતું ? બધા સુખની શોધમાં અહીંતહીં ભટકે છે, પણ સુખપ્રાપ્તિ નથી થતી. એક ક્ષણે લાગે છે કે હું સુખી થયો, બીજી જ ક્ષણે એ અદશ્ય થાય છે. આમ અનેક પ્રયત્નો કરવા છતાં જે વસ્તુ હાથ લાગતી નથી, તેને શોધવાની ચાવી આ પુસ્તકમાં છે.
પૃષ્ઠ સંખ્યા ૮૮, કિંમત ૦–૧-૬, ૮. ખ. જુદું. સ્મરણશક્તિ –જડવાદના આ જમાનામાં બુદ્ધિમંદતા અને જડતા
વધારવાના સાધનો બહુ વધી ગયાં છે. ચૈતન્યમાં મહાન શક્તિ હોવાનો વિશ્વાસ પણ આજે બહુ થોડાને રહ્યો છે. માનવજાતમાં જે સ્મરણશક્તિ જોઈએ તેને હાસ થતા જોવામાં આવે છે. એવે વખતે આ શતાવધાની વિદ્વાનનું સ્મરણશક્તિ શું છે અને એ કેમ પ્રાપ્ત થઈ શકે એ વિચારો દર્શાવતા મહાન ઉપયોગી વ્યાખ્યાનની અનુભવપૂર્ણ પુસ્તિકા યુવાને અને ગેખણિયા વિદ્યાથીઓને આર્શીવાદરૂપ છે. પૃષ્ઠસંખ્યા ૨૨, કિંમત માત્ર ૦–૧–૦, ૮. ખ. જુદું.