________________
શું સૂચવે છે ? એ કહે છે ગૃહસ્થાશ્રમ એ ત્યાગમાર્ગની વિકાસની સીડી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગ વિરોધી નથી. જેને જીવન ઉજ્જવળ બનાવવું હોય એવા દરેક ગૃહસ્થને આ વાંચવા અમારી આગ્રહભરી ભલામણ છે. પૃષ્ઠસંખ્યા ૩૦૦, કિંમત ૦–૧૦–૦, ૮. ખ. જુદું.
અનેકમને એક અભિપ્રાય જે સાધુઓ, જેમને લેશ પણ અનુભવ નથી એવાં કુમળાં બાળકોને પણ ગૌરવભેર મૂડી નાખીને તથા ગૃહસ્થાશ્રમ ”એ તો “ધીકતે દાવાનળ” અથવા તે પાપાશ્રમ” છે એવાં વિધાન અને એવા ઉપદેશદ્વારા ગૃહસ્થાશ્રમીઓના જીવનમાં બુદ્ધિભેદ પેદા કરીને. એ બન્નેન–બાળ દીક્ષિત અને ગૃહસ્થાશ્રમીઓ એ બન્નેને -અભ્રષ્ટ તતભ્રષ્ટની સ્થિતિમાં મૂકી રહ્યા છે, તે જ સાધુસંસ્થાના એક સભ્ય-એક વિદ્વાન મુનિરાજ ગૃહસ્થાશ્રમ એ પણ આત્મવિકાસનું પ્રથમ પગથિયું છે; અને જે મનુષ્ય માનવધર્મ કે ગૃહસ્થ ધર્મની ભૂમિકામાંથી પસાર ન થયા હોય તે ત્યાગને અધિકારી બની શકતા નથી. એમ પ્રતિપાદન કરીને “આદર્શ ગૃહસ્થાશ્રમ દ્વારા ગૃહસ્થાશ્રમની ઉત્તમતા સમજાવતા થકા ગૃહસ્થાશ્રમીઓને અમૂલ્ય ક્તવ્યબોધ કરી રહ્યા છે એ કેવું અદ્દભુત !
આપણે ગૃહસ્થાશ્રમીઓ જે આવા સાચા સાધુઓનાં શિક્ષાવચને-ઉપદેશ અંતરમાં ઉતારીને તે પ્રમાણે આચરણ કરતા થઈએ, આચરવાને પ્રામાણિક પ્રયત્ન કરતા પણ થઈએ, તે શારીરિક, માનસિક, આર્થિક અને રાષ્ટ્રીય મુક્તિ અને સુખસમાધાન તે અવશ્ય પામીએ જ.. પામીએ. ૬ – જૈન યુવક સંગઠન પત્રિકા*