Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 583
________________ શ્રી..આ..ચા..રાં..ગ....ત્ર તુ सूक्तामृत માત્ર માનવમાનવ વચ્ચે જ નહિ પણ સમસ્ત વિશ્વવગ સાથે પ્રેમની સાંકળ સાંધે તે ધર્મ. એવું જ્યાં ન દેખાય ત્યાં ધર્મ નથી, પણ ધર્મના વિકાર છે. ધમના વિકાર સર્વથા દૂર કરવા ચેાગ્ય છે. દેહનાં દાન કરતાંયે જિજ્ઞાસા મેાંઘી છે. તપશ્ચર્યાથી દેહને કૃશ કરવા સહેલા છે, પણ મ ટસમી ચંચળ વૃત્તિને કૃશ કરવી કઠિન છે. આરભ આસક્તિથી જન્મે છે. ત્યાગી પણ આસક્ત હાય તે। આરભજીવી છે, અને ગૃહસ્થ પણ સંચમી કે અનાસક્ત હાય તા તે અનારભજીવી છે. કર્મના કાયદો કોઈને કાઈ કાળે છેડતા નથી, છેડશે પણ નહિ. સુખ કે દુઃખ મનાય છે તેનું કારણ પણ કર્મીની વિચિત્રતા છે. કમમુક્તિ આત્મભાન થયા પછી જ સવિત છે. વિચાર અને વિવેક જિજ્ઞાસાના મૂળ પાયા છે. વૃત્તિઓમાં વારંવાર ઊઠતા વિકલ્પાની વિચારમાં ગણના થાય છે તે ભૂલ છે. જીવનમાં અદ્ભુત નવીનતા અને દિવ્યદૃષ્ટિ અપે તે વિચાર. વિચારનું કિરણ અંતઃકરણના ઊંડાભુમાં ઝળહળતી ચૈતન્યજ્યેાતિનું સ્ફુલિંગ છે. તે દ્વારા

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598