________________
પરિશિષ્ટ
- ૧૦૧ વસ્ત્ર ધારણ કરે છે ત્યાગે એમાં મુક્તિનાં મસ્તિક નથી, પણ મુક્તિ તે મૂચ્છના ત્યાગમાં છે.
અજ્ઞાની અને સૂતેલા છે, જ્ઞાની જન સદા જાગ્રત છે. જન્મમરણ બધાને છે જ, એમ જાણી સંયમમાર્ગે ચાલે.
લેકૅપણું હોય ત્યાં સમતા ટકે જ નહિ. સમભાવને સંબંધ આત્મા સાથે છે. સાચે સાધક સમભાવથી જ આત્માને પ્રસન્ન રાખે છે.
વિકૃત વિચારે કે વિકૃત માન્યતાઓનું ખંડન સત્યાર્થી સત્ય જાળવીને જ કરે. વાસ્તવિક રીતે તે સત્યાર્થીની ખંડનાત્મક શૈલી મંડનાત્મક રૂપ જ હોય છે. તેની કોઈ પણ પ્રવૃત્તિ વિવેકબુદ્ધિ, વચનમાધુર્ય અને અનુકંપાભાવથી રહિત હેતી નથી. સ્યાદવાદને આરાધક કે સનાતન ધર્મને સાધક આટલું ધર્મરહસ્ય બરાબર સમજે અને વિચારે.
સત્યની આરાધનામાં વીરતાની કસોટી છે.
આત્માભિમુખદષ્ટિના વિકાસ માટે દેહદમન, ઈન્દ્રિયવિજય અને વૃત્તિનિયમન એ ત્રણેની આવશ્યકતા છે.
સ્ત્રી કે પુરુષ નરકનાં દ્વાર નથી, પણ પુરુષ કે સ્ત્રીમહિ જ ચિત્તને મૂંઝવનારો છે. મોહ કે વાસના જ નરકનાં દ્વાર છે. જેટલી મેહ કે વાસનાની અધીનતા તેટલી જ આત્મપરતંત્રતા, અને જેટલી મેહશત્રુ ઉપર વિજયસિદ્ધિ તેટલી જ આત્મસ્વતંત્રતા--આત્મમુક્તિ.
જીવનમાં લઘુભાવ લાવ એ અમૂલું ધન છે. *