________________
આચારાંગસૂત્ર પણ નથી. જગતની કોઈ પણ વસ્તુ સર્વાગ નષ્ટ થતી જ નથી. એનું પરિવર્તન જ માત્ર થાય છે.
એના કર્મવાદની પ્રરૂપના એટલી તો સ્પષ્ટ, વિસ્તૃત અને અકાટય યુક્તિપૂર્ણ છે કે એને આશ્રય લઈ કોઈપણ દર્શન આશ્વાસન મેળવી શકે છે.
જૈનદર્શનને કર્મવાદ , સાંખ્યના એક વિભાગને કર્મફળના દાતા તરીકે ઈશ્વરની સ્વીકૃતિ કરવી જ પડી. વેદાંતને પણ બ્રહ્મના નિર્ગુણ અને સગુણ એવા ભેદ પાડી સગુણ બ્રહ્મની કલ્પના કરીને અવતારવાદને આદર આપવો પડ્યો અને ઉત્પત્તિ, સ્થિતિ તથા લયાત્મક નિસર્ગતાને રૂપક આપવા જતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા સ્પષ્ટ દેવો અને એમનાં વિવિધ પૂજન પણ શરૂ થઈ ગયાં; જે કે નૈયાયિક અને વૈશેષિક એથી અલગ રહ્યાં, પણ એમનેય ઈશ્વર ઉપરકત્વને નહિ તેય પ્રેરકતાનો આરોપ તો કરે જ પડ્યો. એ આખી ભાંજગડને જૈનદર્શનના કર્મવાદ ઉકેલી દીધી. એણે કહ્યું કે જેમ ઝરમાં ઈચ્છાશકિત ન હોવા છતાં ઝેર પીનારને એની અસર થાય છે, કારણકે ઝેરમાં મરણશક્તિને ગુણ છે. એનું પ્રતિકારક બળ ન મળે તો એને એ ભાવ ભજવે જ, કારણકે એ એને સ્વભાવ છે. તેમ કર્મ પિતે જડ હોવા છતાં જીવમાં રહેલા રાગદ્વેષવશાત એ કર્મયુદ્દગલે પિતે જ જીવમાં આશ્રય પામે છે, અને એની અસર થાય છે. એની વચ્ચે બીજી કોઈ શકિત કે ઈશ્વરને આવવાની આવશ્યકતા નથી.
જેનદર્શન અને ઈશ્વરવાદ પણ આથી એ ઈશ્વરતત્વને નથી સ્વીકારતું એમ પણ નથી. એ ઈશ્વરતત્ત્વને સ્વીકારે છે એટલું જ નહિ પણ જગતના સુયોગ્ય એવા સૌ જીવોને ઈશ્વરત્વ પામવાનો અધિકાર છે એમ કહે છે. પણ એ