________________
પરિશિષ્ટ
૫
ઉપયાગની વિવિધ શક્તિઓ જેવી કે સ્પર્શજ્ઞાન, ઇચ્છાશક્તિ, પ્રેરણા, ભાવના, તર્ક, સ્મૃતિ ઇત્યાદ્રિારા જ્ઞાનાકાર બની ઇંદ્રિયા અને શરીરના આકાર અને પ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. એ બધાના આધાર ચેતનશક્તિ પર જ હાય છે, અજીવ એનું અધિકરણ છે, એટલી વાત ખરી, પણ એ સાધન રૂપે જ.
પ્રમાણ અને નય
પ્રમાણુના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરાક્ષ. પ્રમાણ અને જ્ઞાનના ભેદ ન હેાઈ એ પૂર્વકત પાંચે જ્ઞાનેને ઉપરના બન્ને પ્રમાણમાં સમાવી દેવામાં આવ્યાં છે પ્રથમનાં એ જ્ઞાનના પરાક્ષમાં અને પછીના ત્રણ જ્ઞાનને પ્રત્યક્ષમાં સમાવેશ કરે છે. અને એ પ્રત્યક્ષના પણ પારમાર્થિક અને સાંવ્યવહારિક એવા બે ભેદા કરી સર્વોચ્ચપદ કેવળજ્ઞાનને આપે છે.
જૈનદર્શનની એક એવી માન્યતા છે કે એને ધ્યેયરૂપે તા જરાયે એછું કે અધુરું ગમતું નથી એટલે એ અનુભૂતિને જ જ્ઞાન માને છે. કલ્પના કે તર્કની આવશ્યકતા સ્વીકારે છે પણ મર્યાદા પૂરતી. તેથી જ આત્મપ્રત્યક્ષને એ પ્રત્યક્ષજ્ઞાન માને છે. અને એમાંય કેવળજ્ઞાનને જ એ મહતાપદે સ્થાપે છે.
આ એ પ્રમાણેાના વિસ્તૃત રીતે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર ભેદને પણ એ સ્વીકારે છે. અને છેલ્લા ત્રણને પરાક્ષમાં સમાવે છે. પરાક્ષ જ્ઞાનમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એમ પ્રણાલિકા છે.
૧. વિશેષમાહિતી માટે નંદીસ્ટ જુએ.
( ૨ ) નુ પ્રમાણમીમાંસાદિ ન્યાયગ્રન્થેા. એમાં અનુમાનનાં અવચા તથા આકાર અને સ્મૃતિ તથા પ્રત્યભિજ્ઞાનાદિનાં લક્ષણા પણ વર્ણવ્યાં છે. આગમેામાં શ્વેતામ્બર અને દ્દિગ ંમરની પ્રણાલિકાને મુખ્ય ભેદ છે અને શ્વેતાંબર મ ંદિરમા અને શ્વેતાંખર સ્થાનકવાસીના ગૌણ ભેદ છે.