________________
આચારાંગસૂત્ર પ્રમાણમાં પ્રવેશવા માટે એટલે કે જ્ઞાનને આકાર નક્કી કર્યા પહેલાં, એ પદાર્થની અસંપૂર્ણ જ્ઞાન સ્થિતિમાં જે વિવિધ વિચારસરણિઓ પ્રગટે છે અથવા પદાર્થોમાં અનેક ધર્મો હોવા છતાં કોઈ એક ધર્મ લઈને તે દ્વારા વસ્તુનું નિરૂપણ થાય કિવા તેમાંની કોઈ એક વિશિષ્ટ દૃષ્ટિએ વિષયની પ્રકૃતિનું નિરૂપણ થાય એને નય કહેવામાં આવે છે. એ નયના સંક્ષિપ્તરૂપે મુખ્ય બે તથા વિસ્તૃત રીતે પાંચ, છ, અને સાત વિભાગો નિયત કરવામાં આવ્યા છે. એમાં દ્રવ્યાધિક–એટલે દ્રવ્ય જ જેનો મુખ્ય વિષય છે એવો નય. અને પર્યાયાર્થિક-એટલે પર્યાય જેને મુખ્ય વિષય છે એ પર્યાયાર્થિક નય. આ પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયભેદથી નય બે પ્રકારના છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર તથા શબ્દ એ ભેદથી નય પાંચ પ્રકારના છે. તેમજ, નૈગમ સંગ્રહ, વ્યવહાર, ઋજુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવું ભૂત એ રીતે નય સાત પ્રકારનાં છે.
આ રીતે જૈનદર્શનમાં યમીમાંસા, જ્ઞાનમીમાંસા અને ચારિત્રમીમાંસા એ ત્રણેનો સમાવેશ છે પણ આ બધી સામગ્રી હોવા છતાં એનો એ સમન્વય સાધવામાં જ ઉપયોગ કરે છે. એનું સમન્વય સાધવાનું એની પાસે અમોઘ સાધન છે. તે ઉચ્ચાદ્દવાદ.
આટલી ષદર્શનની સંક્ષિપ્ત રૂપરેખા છે. આથી સમજાશે કે દર્શન કાઈ લડવાનું શસ્ત્ર નથી. પણ વિકાસ સાધવાનું એક સાધન છે. ગમે તે સાધક ગમે ત્યાં રહીને પોતાની દૃષ્ટિ વિકસાવીને વિકાસ સાધી શકે છે.
(૩) સ્યાદવાદ સંબંધમાં સંક્ષિપ્ત છતાં વ્યવહારનિદર્શન સૂત્રોમાં આપ્યું છે.