________________
પરિશિષ્ટ
૯૫
કે ખામી દેખાય છે એ સંબધમાં પ્રસંગેાપાત્ત મીમાંસા કરવાની મારી ઇચ્છા છે. ધાર્મિક પરિભાષાનાં શબ્દો જ્યારે રૂઢિનું સ્વરૂપ પકડે છે ત્યારે એનાં મૂળ બહુ ઉંડા નખાય છે. પરિભાષાના જ્ઞાનને અભાવે જ્યારે એ સંસ્કૃતિમાં જીવનારા
ભૂલ કરે ત્યાં બીજાનું શું કહેવું ? સત્યાર્થપ્રકાશમાં મહર્ષિ ર્યાનંદ સરસ્વતીએ ધર્માસ્તિકાય અને ધર્મને એક જ સ્વરૂપ આપ્યું છે. એ ય પરિભાષાની સમજફેરનું પરિણામ છે ધર્માસ્તિકાય વિષે ષડ્દર્શન વિચારણાના લોકસ્વરૂપ વિભાગમાં સ્પષ્ટ વિવેચન છે. જોઇ લે.
(૯) ધારણા:—મતિજ્ઞાનના ભેદ્દેનુ વિસ્તૃત વિવરણુજીએ શ્રી
નંદીસૂત્ર.
(૧૦) નિરાસક્તિઃ—ત્યાગ અને નિરાસક્તિ કે અનાસક્તિના વિસ્તૃત વિવેચન માટે જીઓ ઉપસંહારમાં શ્રી આચારાંગ અને શ્રી ગીતાજીના સમન્વય.
(૧૧) નિસર્ગ :—મે' આ અનુવાદમાં કુદરત તથા કર્મફળની દૃષ્ટિએ નિસર્ગના ઉપયેગ ખૂબ કર્યો છે. એ સહેતુક છે. એનો વ્યાપક અને સંક્ષિપ્ત અર્થ એ છે કે જૈનદર્શનમાં જે પાંચ સમવાયે (પુરુષાર્થ, પ્રારબ્ધ, કાળ, નિયતિ, અને સ્વભાવ) છે એને યથાર્થ જાણવાથી તદ્દનુસાર જીવનની પ્રત્યેક ક્રિયામાં સહજતા આવી જાય, એ સહજતા પછી અલ્પાંશે હોય કે બહુ અશે.
(૧૨) રાગઃ— –જૈન પરિભાષાથી રાગના અર્થ બહુ સ્પષ્ટ થઈ રહે છે સંસારનું ખીજ રાગદ્વેષ પર નિર્ભર છે અને રાગમાંથી દ્વેષ જન્મે છે. એટલે રાગના ઉપર સંસારનું મંડાણ છે. જીવમાં રહેલાં રાગદ્વેષાવિશાત્ કર્મ પુદ્ગલા જીવમાં આસ્રવ પામે છે.