________________
પરિશિષ્ટ
- ૭૭, ઈશ્વરને સંસારની વ્યવસ્થાની ભાંજગડમાં પાડવા એને અભીષ્ટ નથી.'
જેનદર્શનમાં જે પોતાના કામક્રોધાદિ ષડરિપુઓ કે ક્રોધાદિ ચાર કષાયનો સંપૂર્ણ નાશ કરે એને સૌને એ ઈશ્વર માને છે–પછી. એનું નામ ગમે તે હો. એની સામે વિવાદ નથી. જેમકે શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે –
भवबीजाङ्करजनमा रागाथाः क्षयमुपागता। ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।
અર્થાત–સંસારભવ–બીજનાં અંકુરે-રાગદ્વેષાદિ કર્મબી જેને જેમણે ક્ષય કર્યો છે તે ઈશ્વરને–પછી ભલે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હેય, જિન ભગવાન, બુદ્ધદેવ હે–ગમે તે હોય–તેમને નમસ્કાર છે.
પણ એ ઈશ્વર પોતે વીતરાગ હોવાથી એને ઈચ્છા કે રાગ
૧ વીતરાગભાવની પરાકાષ્ઠા પામ્યા પછી સર્વજ્ઞ કે કેવળજ્ઞાની કહેવાય છે. એના બે વર્ગ છે. એક વર્ગ કેવળજ્ઞાન પામી પિતાનાં અવશેષ [ કુલ કર્મો આઠ છે. કેવળજ્ઞાન થયા પછી તેમાંના (૧) મેહનીય, (૨) અંતરાય, (૩) જ્ઞાનાવરણય અને (૪) દર્શનાવરણીય એ સંચાર ક્ષય પામે છે, અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ રહે છે.] રહેલાં કર્મોને ખપાવી સર્વથા કર્મરહિત થાય છે. કર્મસંબંધ સર્વથા છૂટી જવાથી એ છો મુક્ત થાય છે અને મુક્ત ચૈતન્યને ઊર્ધ્વગતિશીલ સ્વભાવ રહે છે.
ત્યાં સુધી સંસારનું વાતાવરણ હોય ત્યાં સુધી સ્થિર ન થતાં એ વાતાવરણથી પર જઈ સ્થિર થાય છે. એ રથાનને મુકતસ્થાન અને એ આત્માને સિદ્ધિ કહેવામાં આવે છે. મુકતજીવોને પુનરાવૃત્તિ નથી, સંસારચક્રની ઘટમાળ નથી, ત્યાં એ મુકત ચૈતન્યનું જે આનંદમય સ્વરૂપ હોય છે તે શબ્દદ્ય પણ નથી. બીજે વર્ગ એવો હોય છે કે જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જ્યાં સુધી એમની આયુષાવધિ હોય ત્યાં સુધી લોકકલ્યાણની સારી ફરજ બજાવવાનું અનિવાર્ય છતાં સહજનિમિત્ત માટે છે. આવા પુરુષોને અહંત કે તીર્થકરે કહેવામાં આવે છે. શ્રમણમહાવીર કે જેમને જૈન વીસમા તીર્થકર તરીકે માને છે તે આજ દશાને પામી ગયા હતા અને એમણે પોતાના આત્મજ્ઞાનથી જગતનાં દુઃખમૂળ શોધી સમસ્ત જગતના કલ્યાણને માર્ગ બતાવ્યો હતો. એમણે વનરપતિ અને જલાદિમાં પણ ચેતન-પ્રાણ–તત્વ છે એમ સ્પષ્ટ કહી એમના પ્રત્યે પણ સમભાવ રાખવાનું શીખવ્યું હતું. એમના બીજા વ્યાપક સિદ્ધાંતો સરલતાથી સમજવા માટે શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રો જુઓ.