Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 563
________________ ૭૮ આચારાંગસૂત્ર સંભવતાં ન હાઈ કાઈ જીવને એ કશું કરતા નથી. એને તા પાપી અને પુણ્યશાળી બન્ને સરખા છે, કારણ કે એ માને છે કે પાપ અને પુણ્ય ઉપાધિજન્ય છે. અને એ ઉપાધિ ખીજું કાઈ દૂર ન કરી શકે એને એ પેાતે જ દૂર કરી શકે. અપ્પા જત્તા વિત્તા ચ' અર્થાત્ આત્મા જ સુખ દુઃખનેા કર્તા અને વિનાશક છે. ઈશ્વરની પૂજા, ઉપાસના પણ કાઈ પ્રકારના લાભ સારુ નહિ માત્ર એમના ગુણાનું જીવનમાં સ્થાન મળે એ સારું યાજે છે, એની સાધના—પ્રણાલિકા એ જ જાતની ગુણુપૂજન ઉપર નિર્ભર છે. ज्ञानक्रियाभ्यां मोक्षः । યેાગદર્શનમાં જેમ ક્રિયા—પરાયણતાનું મહત્ત્વ છે તેમ જૈનદર્શીનમાં ક્રિયાપરાયણતાનું મહત્ત્વ છે. એની સાધના–પ્રણાલિકા ગૃહસ્થ કે ત્યાગી કાઈ પણ સાધક જીવનવ્યવહારમાં રહેવા છતાં સાધી શકે એવી સહજ અને સરળ છે. યાગવિદ્યાની પ્રાપ્તિ માટે આસને તથા પ્રાણાયામાદિના જે કઠિન પ્રયાગેા કરવા પડે છે તેવા કઠિન પ્રયાગે એ નથી બતાવતું. યાગદર્શનમાં જેમ ચિત્તશુદ્ધિનું મહત્ત્વ છે તેમ એ પણ ચિત્તશુદ્ધિને મહત્ત્વ આપે છે પણ ચિત્તશુદ્ધિ માટે વૃત્તિ પરની આસક્તિ નરમ પડે એવા ઉપાય! એને માન્ય છે અને એથી એ પ્રથમ પદ તાજ્ઞાનને જ આપે છે. જ્ઞાન એ પુસ્તકામાં નથી, એ તે સાધન છે. જ્ઞાન તે। આત્મામાં જ છે. પુસ્તકા એ બધા ખાદ્ય ૧ એ સાધ્ય તરીકે સત્ય અને સાધન તરીકે અહિંસા સ્વીકારે છે. જનધર્મીની અહિ'સાની વ્યાખ્યા માત્ર હિંસા ન કરવી એટલી જ નથી પણ સ્વકૃત કે પરકૃત કે અનુમેાદિત કાઈ પણ પ્રકારની હિંસામાં એ અધમ સમજે છે અને મન, વાણી, અને કમથી મુકત રહેવા માટે અર્થાત અહિંસા ને ચથાશકય વ્યવહારિક બનાવવા માટે ગૃહસ્થ સાધકને પણ મર્યાદિત બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સત્ય વચન, સરળ કાલ્ય, અસ્તેય, દયા, ક`મર્યાદા, ચિંતન, દાનાદિ ત્રા તથા મર્યાદિત તપશ્ચરણાદિ કરવાનું કહે છે. જીએ ઉપાસકદશાંગાદિ સૂત્ર-આ સૂત્રમાંય સાધકની મર્યાદા આવેલી હાઈ અહિં વિસ્તાર કરવા પ્રસ્તુત ધારતા નથી.

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598