________________
પરિશિષ્ટ યોનિથી જન્મ ધરવાની દૃષ્ટિએ તથા લિંગભેદની અને સંજ્ઞાદની દષ્ટિએ એવા એવા ભેદે અનેક પ્રકારના છે એમ માને છે.
- અજીવ-વિચાર જૈનદર્શન અજીવ તત્વને પુગલ તરીકે માને છે. એ પુદ્ગલેના મુખ્ય પરમાણુ સ્કલ્પ, દેશ અને પ્રદેશ એવા ચાર તથા એ બધાનાં વસ્તુ–ારતમતાની દૃષ્ટિએ અનંત ભેદ છે છતાં; એ બધામાં લક્ષણે તે પુદ્ગલનાં જ હોય છે એટલે અવસ્થાંતર પામવા છતાં મૂલ ગુણની અવસ્થિતિ તે એનામાં એવી જ રહે છે.
એ પુદ્ગલેમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે, એનું (સ્વતંત્રતા કે પરતંત્રતાથી) મિલન કે મુકિત થાય છે. એ સિવાય સૂક્ષ્મતા, સ્થૂળતા, આકારભેદ, અંધકાર, છાયા, પ્રકાશ, આતાપ ઈત્યાદિ પણ એના જ ધર્મો છે.
જૈનદર્શનની આટલી સંક્ષિપ્ત યમીમાંસા પછી ચારિત્રમીમાંસાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જૈનદર્શન કેવળ યમીમાંસા કરીને નથી વિરમતું. એને મન તત્ત્વમીમાંસા એટલે એમાં ય અને ચરિત્ર બન્નેને સમાવેશ હે ઘટે.
નવતની વિચારણા એટલે જીવ અને અજીવ પછી આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એવાં સાત અથવા જીવ, અજીવ પછી પાપ, પુણ્ય, આસવ, સવર, નિર્જરા, બંધ અને મેક્ષ એવાં નવતનો નિર્દેશ આવે છે અને આ નવતત્ત્વની જૈનદર્શનમાં અધિક મહત્તા છે.
પ્રત્યેક સાધકને માટે પ્રથમથી જ એ તોની શ્રદ્ધાની અનિવાય આવશ્યકતા એ સ્વીકારે છે. વિવેકદષ્ટિવાળા સાધકને હેય, રેય અને ઉપાદેય એ ત્રિપુટીની જીવન-સાધનામાં પળેપળે જરૂર છે.