________________
આચારાંગસૂત્ર
કુટસ્થ નિત્ય તરીકે નથી સ્વીકારતું. એ જીવ અને અજીવ બન્નેને પરિણાર્મ નિત્ય માને છે.
७४
સાંખ્યને આત્મા નિત્ય હાઈ એને જન્મમરણ કેમ સંભવે ? એટલે જન્મમરણની અસર સ્વીકારતાં એ અચકાયે છે અને આત્માને ફ્રૂટસ્થ નિત્ય માની પ્રકૃતિજન્ય મહત્ની આ બધી લીલા છે એમ કહે છે. જ્યારે ચાર્વાક આત્માને પ્રત્યક્ષ દેખવાથી આત્માનો જ અસ્વીકરે છે અને પંચમહાભૂતમાંથી એક નવીન શક્તિ જાગે છે તે દેહ નષ્ટ થતાં વિલય પામે છે એમ કહે છે. જૈન દર્શન એ આપત્તિને દૂર કરે છે.
જે વસ્તુ જેમાંથી થાય એ એના જ ગુણાથી યુક્ત હેાય છે. ચેતનશક્તિ જડમાંથી ન જન્મે, એ તે ચેતનમાંથી જ જન્મે. રસાયણિક મિશ્રણથી નવી વસ્તુ ઉત્પન્ન થતી દેખાય છે ત્યાંય આ નિયમ લાગુ પડે છે. અને વસ્તુતઃ તા જે કંઈ જન્મતું કે નષ્ટ થતું દેખાય છે તે વસ્તુનું પરિવર્તન માત્ર છે. પદાર્થોં માત્ર સત્ છે પછી એ જીવ હો કે અંજીવ હો. પરંતુ નિમિત્ત મળતાં પરપ્રેરણા કે સ્વપ્રેરણાથી એમાંય પરિવર્તન સંભવે છે. એથી જ ‘ વવશે. જુવે વાઃ વિન્ને વા’ ઉત્પત્તિ સ્થિતિ અને લય એ સત્તુ લક્ષણ બની રહે છે.
આથી જીવ અને અજીવ બન્ને પરિવર્તન પામતાં છતાં એમનું પેાતાનું મૂળ સ્વરૂપ તે સ્થાયી અને અખંડ જ રહે છે. લય પામવાની ક્રિયા તો જન્મ. ધારવાની ક્રિયાનું માત્ર રૂપ જ છે.
જેમ હાઈડ્રોજન અને ઓકસીજન મિશ્ર થતાં એનું જલરૂપે રિણમન થાય છે અને પાછું એ ઉષ્ણુ થતાં વરાળરૂપે પરિણમે છે તેમ અવ અને જીવનું ગતિચક્ર ચાલ્યા કરે છે.
(૧) અનેક ફેરફાર થવા છતાં એટલે કે જન્મ, યૌવન, જરા, મરણ મ્રુત્યાદિ અવસ્થાઓમાં પલટવા છતાં આત્મા જરાય ફેરફાર પામતા ના. અર્થાત્ તે ફ્રૂટસ્થ નિત્ય છે એવી વેદાંત અને સાંખ્યની માન્યતા છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપને ત્રણે કાળમાં કર્માદ નિમિત્તદ્વારા થતાં ફેરફારોને અંગીકૃત કરે છે, એ પરિણામી નિત્ય છે. :