________________
પરિશિષ્ટ
૬૭
અસંભવત લાગે છે. બાકીની માન્યતાઓ નૈયાયિક મતને મળતી જ છે એમ કહી શકાય. સાંખ્ય દર્શનમાં સેશ્વરવાદી અને નિરીશ્વરવાદી એવી એ શાખા છે. સાંખ્ય દર્શન પણ જીવા અનેક છે એમ વદી વેદાંત માંહેના અદ્વૈતવાદનું કઠાર ખંડન કરે છે.
સાંખ્ય-દર્શન
સાંખ્ય દર્શનમાં જીવ અને પ્રકૃતિ એવાં એ મૂળ તત્ત્વા છે. સાંખ્ય દર્શન આત્માને જૈન દર્શનની જેમ પરિણામી ન માનતાં ફૂટસ્થ નિત્ય તરીકે સ્વીકારે છે. આત્માને કર્તા કે ભાકતા તરીકે સ્વીકારવામાં એ આપત્તિ સમજે છે તેાય પ્રકૃતિજન્ય બુદ્ધિમાં ‘હું' પણાના આરેાપથી એ આત્મા પર કર્મોની અસર થાય છે. જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુની અવસ્થાઓ આરેાપિત થાય છે એમ તે એને માનવું જ પડે છે એટલે પુરુષ અને પ્રકૃતિ જેવા અન્ને સ્વતંત્ર અને નિત્ય તત્ત્વા માનવા છતાં—
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । अहंकारविमूढात्मा कर्त्ताऽहमिति मन्यते - मुक्तावलि.
પ્રકૃતિના ગુણાથી કરાતાં કાંને અહંકારથી વિમૂઢ થયેલા આત્મા પોતે કશું કરતા નથી છતાં હું કરું છું એમ માને છે. એ અજ્ઞાનને નાશ થઈ જાય, એટલે તુરત જ મેાક્ષ. પણ એ કેવળ કહેવાથી મળી જતા નથી એટલે ત્રિગુણાતીત થવા માટે સત્કર્માંનુ નિદન કરવું પડે છે. પણ એની પૂ` પૂર્તિ તે યાગદર્શનથી જ થાય છે.
સાંખ્ય દર્શનનો ભારતીય દર્શનો પર અપૂર્વ ઉપકાર છે એમ કહ્યા વિના નહિ ચાલે. પ્રાચીનકાળના જૈન અને બૌદ્ધધર્મના ઉગમ પછી મધ્યમ યુગમાં એણે દર્શનનું પાયારેપણુ કર્યું છે એમ કહેવું જરાએ અયુક્ત નથી. જૈન દર્શન સાથે આ દર્શનને મૌલિક મતભેદ હોવા છતાં સારાં સારાં સાધકોને એટલું એનું તત્ત્વસામ્ય દેખાય છે. પ્રકૃતિ પોતે વિકારી નથી, એ અવ્યક્ત છે.