________________
આચારાંગસૂત્ર
તૈયાયિક-દર્શન આ દર્શનમાં સંક્ષિપ્ત રૂપે સાત પદાર્થો અને વિસ્તૃતરૂપે જે સેળ તત્ત્વોનું નિરૂપણ છે તે ક્રમશઃ આ પ્રમાણે છે –(૧) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ તથા (૨) પ્રમાણે, પ્રમેય, સંશય, પ્રજન, દૃષ્ટાન્ત, સિદ્ધાન્ત, અવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતષ્ઠા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન. એ યોગદાંતની જેમ એકત્વરૂપે નહિ પણ સ્ન દર્શનની જેમ બહુત્વરૂપે સ્વીકાર કરે છે. આત્મા એને સ્વીકાર્ય છે. એ ઈશ્વરને માને છે પણ એ ઈશ્વરને માને છે એથી રખે કઈ એ ઈશ્વરને કર્તા હતા માની લે! ન્યાયદર્શન ઈશ્વર પર કર્તુત્વનું આરોપણ કરતાં અચકાય છે. કારણ કે તેમ કરવાથી એ ઈશ્વરમાં સામાન્ય જીવો જેવી રામેચ્છા આરેપિત થવાનો ભય લાગે છે. એ એમ માને છે કે પ્રત્યેક જીવોનાં જેવાં અદ્રષ્ટ (કર્મ) હોય તે પ્રમાણે એમની ઈશ્વર માત્ર ફળયોજના કરી આપે છે. કારણ કે જગતની સમર્થ શકિતમત્તાની ચાવી એમના એકના જ હાથમાં છે. એ રીતે એ કર્મના નિયમને માને છે પણ એ નિયમને સ્વતંત્રતા નથી પતા. એમને પ્રત્યક્ષ તથા પંચાવયવથી અનુમાન ઉપરાંત ઉપમાન અને આગળ પ્રમાણ પણ માન્ય છે અને પ્રત્યેક જીવની પૃથફ પૃથક્ કર્મમુક્તિ પણ એને સ્વીકાર્ય છે. મેક્ષમાં ગયેલા આત્માઓ પુનરાગમન નથી કરી શક્તા એવા જૈન મન્તવ્યનું એ બહુ સુંદર યુક્તિપૂર્વક પ્રતિપાદન કરી બીજા દર્શનોના વિરુદ્ધ મન્તવ્યનું નિરસન કરે છે.
વૈશેષિક-દર્શન વૈશેષિક દર્શનમાં અભાવ જેવા પદાર્થનું અતિરિક્ત તત્ત્વ તરીકે સ્વીકાર નથી. વસ્તુની અપ્રાપ્તિ એ જ અભાવ જેવો પદાર્થ હોય એમને
૧ અનુમાનના પાંચ અવયવોનાં નામ આ પ્રમાણે છે- પ્રતિજ્ઞા, હેતુ, શાંત, ઉપનય અને નિગમન. દા. ત. (૧) આ પર્વત અગ્નિવાળો છે. (૨) કારણ કે ત્યાં ધૂમ છે. (૩) જેમ કે રસોઈઘરમાં ધૂળ છે. (૪) જ્યાં જ્યાં ધૂળ છે ત્યાં ત્યાં અગ્નિ છે. (૫) જેમ રાઈધમાં ધૂમ છે તે ત્યાં અગ્નિ પણ છે. એ જ પ્રમાણે સર્વત્ર.