Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 555
________________ ७० આચારાંગસૂત્ર કે જેતે લગભગ પ્રત્યેક દર્શનાએ અકાટય પ્રમાણેથી સસણત વિરાધ કરી એ માન્યતાનાં મૂળ જ હલમલાવી નાખ્યાં છે—એવા દાનિકાના મત છે. પૂર્વમીમાંસા પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ, અર્થાત્ત અને અભાવ એમ છ પ્રમાણેાને સ્વીકારે છે. ન્યાયદર્શીનમાં અભાવ નામના એક અતિરિક્ત પદાર્થોં મનાયા છે એને એણે પ્રમાણુ તરીકે સ્વીકાર કર્યો છે. જૈમિનિ મુનિ કર્મને સ્વીકારે છે પણ ત્યાં કર્મવાદની સ્પષ્ટપણે સ્વીકૃતિ નથી કારણ કે કર્મની સાથે ચાક્કસ ફળના નિશ્ચિત સબંધ માનવા જોઈ એ એ ત્યાં નથી. એટલે જ બુદ્ધિવાદના વિકાસ પછી બાદરાયણ નામના વેદાંતી મુનિએ જેમિનિના કર્મકાંડાની જાળને હટાવી એ સ્થળે નિશ્ચયાત્મવાદને સદેાદિત પ્રકાશ ફેલાવ્યો છે. વેદાંત તરીકે અત્યારે જેતે આપણે એળખીએ છીએ એ આ દેવિષને જ વારસે છે. વેદાન્તમાં बह्म सत्यं जगन्मिथ्या तमेव विदित्वाऽति मृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय सत्यं ज्ञानमनन्तं ब्रह्म, एकमेवाद्वितीयं ब्रह्म, प्रज्ञानं ब्रह्म, आनन्दं ब्रह्मणो વિજ્ઞાન વિમેતિ વાચન ’--શ્રુતિ-વૈવાત. એવાં મધુર સૂકતા છે કે જે બ્રહ્મના એકત્વ અને ફૂટસ્થનિત્યત્વ સૂચક છે. એ એમ માને છે કેઃ एक एव हि जीवात्मा भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ श्रुति । આ આત્મા એક જ છે પણ ભિન્ન ભિન્ન પ્રકારના જીવામાં એ પ્રતિબિંબિત થાય છે. બહાર જે દેખાય છે તે સસ્તુ નથી, ભ્રાન્તિ માત્ર છે. આને વિશ્વદેવવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આ માન્યતા કર્મવાદના સિદ્ધાંત પછી પીકી પડવા લાગી. એક જ ૧ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં આ વાદને પાનથીઝમ’ તરીકે શ્રી હરિસન ભટ્ટાચા જીએ. ઓળખાવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598