________________
H
આચારાંગસૂત્ર આ દર્શનક્રમમાં યોગદર્શનને સ્થાન નથી અપાયું. એને સાંખ્યમાં સમાવેશ કરી દેવાનું યોગ્ય માન્યું હોય એ સંભવિત છે. તેઓ એમ પણ કહે છે કે નૈયાયિક અને વૈશેષિકનોય મૌલિક અત્યંત મતભેદ ન હોવાને કારણે એ બન્નેને એક સ્વરૂપે જોઈએ તે લોકાયતને પણ ઉપરના છ દર્શનોમાં સમાવેશ થઈ જાય. શ્રીહરિભદ્રસૂરિજીના આ દૃષ્ટિબિન્દુમાં એમનું ઉદાર માનસ અભિવ્યકત થાય છે કારણકે લોકાયત કે જે એક કેવળ નાસ્તિક તરીકે જ પ્રસિદ્ધ છે એનું દર્શનમાં સ્થાન ન હોવું મનાય છે, તે માન્યતાનો એ પરિહાર કરે છે. એમને મન દર્શન એટલે આસ્તિક કે નાસ્તિકનો, ઈશ્વરકર્તત્વનો કે અનીશ્વરવાદનો પ્રશ્ન ગૌણ છે અને એ જ દૃષ્ટિએ નવીન દૃષ્ટિ, નૂતન વિચારસરણી અને નૂતન પ્રેરણા આપે એ જ દર્શન, એટલે અર્થ વધુ સમુચિત છે.
એક જૈનાચાર્ય વદે છે કે – जावन्ति होइ वयणपहा तावन्ति होइ नयपहा ।
જેટલી માન્યતાઓ એટલા ન હોઈ શકે. એ કશી બાધક વસ્તુ નથી. રૂઢ પ્રણાલિકા પ્રહાર કરવા માટે આવી વિચારસરણી ધર્મનું ઉચ્ચતર અંગ બની રહે છે.
આટલે દર્શન–પ્રણાલિકાનો વિચાર કરી ગયા પછી હવે એ બધાં દર્શનોનાં અતિ સંક્ષિપ્તમાં મૂળતત્વોનું નિદર્શન કરવું અનિવાર્ય થઈ પડે છે. જો કે વિસ્તારભયથી હું બહુ સંક્ષેપમાં આપીશ.
બૌદ્ધદશન - બદ્ધદર્શનમાં શૂન્યવાદી, ક્ષણિકવાદી તરીકે ઓળખાય છે કારણ કે એ ચિત્તથી પર રહેલા આત્મા સુધી ન જતાં કે બીજી ભાંજગડમાં ન પડતાં, માત્ર ઉપરની વ્યવહારિક પ્રણાલિકા અખત્યાર કરે છે. આથી ઈશ્વરવાદને બૌદ્ધદર્શનમાં સ્પર્શ સુદ્ધાં નથી. બૌદ્ધદર્શનનું આલયવિજ્ઞાન ક્ષણિક છે. એક ક્ષણે જે જ્ઞાન થયું તે બીજી જ ક્ષણે