________________
પરિશિષ્ટ - નષ્ટ થાય છે પણ એ જ્ઞાન જે સંસ્કાર મૂકી જાય છે. એ પ્રવાહ, પરંપરાએ અનાદિ હાઈ એ સંસ્કારનો સર્વથા નિરાધ કરવાથી જ દુઃખને નિરોધ થઈ શકે, તેમ કરવું એ સૌને અભીષ્ટ છે. એ જ નિર્વાણ છે. ભગવાન સુગતે એ નિર્વાણ માટે ચાર આર્યસત્યો પ્રરૂપ્યાં છે- દુઃખ, સમુચ્ચય, માર્ગ અને નિરોધ, દુઃખને નિષેધ કરે એ જે સાધકનું કર્તવ્ય છે.
વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ પાંચ સ્ક કહેવાય. એ જ સંસારનો બંધ હોઈ દુઃખજનક છે. એ ધોને અનુબંધથી, અહંતા અને મમતાથી, રાગદ્વેષાદિ રિપંગણું જમે છે. બંધાય છે અને તેથી તેને સમુદય તરીકે ઓળખવામાં આવે છે. કામ માત્ર સંસ્કારજન્ય છે એથી એ સંસ્કાર પોતે વિશ્વર અને ક્ષેપણીય છે. એવી જાતની ઈચછા ઉત્પન્ન થવી એને માર્ગ કહેવામાં આવે છે. અને એ ઈચ્છા થયા પછી પ્રવૃત્તિદ્વારા એ સંસ્કારેનો રોધ કરવો એને મેક્ષ કહેવામાં આવે છે. . બદ્ધદર્શન, પાંચ વિષયો અને પાંચ ઇન્દ્રિયો તથા મન અને શરીરને કર્મના સાધનરૂપ માને છે. કર્મની સત્તામાંથી મુક્ત થવા પહેલા જીવમાત્રે કુકર્મની જગ્યાએ સુકર્મ સ્થાપવા જોઇએ અર્થાત ભોગવિલાસને સ્થળે અહિંસા, વૈરાગ્ય, સંયમ, તપ, ધ્યાન, સમાધિ ઇત્યાદિ આચરવા જોઈએ અને એ રીતે અનાત્મવાદી હોવા છતાં પુનઃ ભવ અને પાપ-પુણ્યાદિ તથા એના ફળમાં પણ એ માને છે અને સંસારનિવૃત્યર્થે અષ્ટાંગિક માર્ગ પ્રબોધે છે. આ માર્ગમાં અહિંસા અને એનાં પિષક નિયમ ઉપરાંત સત્ય, બ્રહ્મચર્ય અને અસ્તેય વિધાયક છે. એના ન્યાયની પરિપાટીમાં પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણેને અવકાશ છે. હેતુને ન્યાયદર્શનની જેમ પચાવવી ન માનતાં ત્રિઅવયવી સ્વીકારે છે. આ રીતે તૈયાયિકદર્શનની તત્ત્વવિવેચના સુંદર હોવાથી જેટલું તેમાં તર્કવાનું મહત્વભર્યું સ્થાન છે તેટલું સત્કર્મવિધાનનું નથી. જ્યાં તર્ક હોય છે ત્યાં ખંડનાત્મક પ્રવૃત્તિનું વલણ વિશેષ હોય એ સ્વાભાવિક છે.