________________
પરિશિષ્ટ
મુખ્ય ત્રણ દશને મકખલીપુત્ર ગોસાલકના વિનયવાદને અક્રિયાવાદમાં સમાવેશ છે, અને બૌદ્ધદર્શનનો ક્રિયાવાદમાં સમાવેશ છે. આ ચારે વાદોની માન્યતાનું સંક્ષિપ્ત સ્થાન આચારાંગના ૮ મા “વિમેક્ષ' નામના અધ્યયનના પ્રથમ ઉફેશકમાં છે, અને વિસ્તૃત રીતે શ્રી સૂયગડાંગ સૂત્રમાં છે. જેમ બૌદ્ધ ત્રિપિટકમાં એ છ વાદોના વિસ્તૃત રીતે ૬૨ ભેદ વર્ણવેલા છે તેમ જૈનદર્શનમાં એ ચારેના ૩૬૩ ભેદ વર્ણવેલા છે, છતાં મધ્યયુગના પ્રારંભમાં કેવળ ત્રણ ધર્મો હતા. એનું સમાધાન આચાર્ય શ્રી ધર્માનંદ કસબીજી આ રીતે આપવા પ્રયત્ન કરે છે –
પૂરણકાશ્યપ અને મકખલી ગોસાલકને મત જલદી નાબુદ થયા છે. સંજય બેલદિપુત્રને મત જૈન સંસ્કૃતિમાં સમાઈ ગયો છે, અજિત કેશકુંબલીને મત ચાર્વાક કે લેકાયત રૂપે પરિણમી જવાથી એ નાસ્તિકવાદ ઠર્યો છે અને પકુદ કાત્યાયનના મતનાં તત્વે તે સમયે તે દબાઈ ગયાં હતાં પણ પાછળથી વૈશેષિક દર્શનમાં તેને ઉગમ નજરે પડે છે. એટલે આ રીતે એ યુગમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણ જ દર્શને મુખ્ય હતાં અને એનું સ્થાન જેનધર્મ, વેદધર્મ અને બૌદ્ધધર્મ તરીકે પ્રતિષ્ઠિત થયું હતું.”
વૈદિક કર્મકાંડ સામે જૈન અને બૌદ્ધ ધર્મને પ્રકોપ થયો. એને લઈને વૈદિક કર્મકાંડે જીર્ણ થયાં એ વાતને અહીં વિસ્તાર પ્રસ્તુત નથી. પણ જેમ જૈન અને બૌદ્ધ સંસ્કૃતિમાં કર્મકાંડનો વિરોધ હતે તેમ ઉપનિષદમાંય હતો જ. ભલે પછી એ છૂપાં આકારમાં હોય!
આ સંબંધમાં શ્રી હરિરાય ભટ્ટાચાર્યજી મુંડકેપનિષદનું ઉદાહરણ જિનવાણીમાં આ રીતે ટાંકે છે – प्रवाह्येते अदृढा यज्ञरूपा अष्टादशोकमवरं षेषुकर्म । एतत् श्रेयो येऽभिनन्दन्ति मूढा जरामृत्युम् ते पुनरेवापि यान्ति।
મુંડકોપનિષદ્ ૧-૨-૭