________________
આચારાંગસૂત્ર
પ્રસિદ્ધ છ દાનિકા
આપણને ષડ્દર્શનનું નામ લેતાં સાંખ્યાદિ દર્શનાનું નામ યાદ આવે છે. કારણ કે ઇતિહાસ અને સાહિત્યની દૃષ્ટિએ એ નામેા છેક નજીક છે. છતાં ભગવાન મહાવીરના સમયે પણ દર્શને તા હતાં જ. એમના સમકાલીન ભગવાન બુદ્ધના પ્રારંભિક સાહિત્યમાં એને અને એના પ્રણેતાઓને ઉલ્લેખ આ રીતે મળે છેઃ—
૬૦
(૧) પૂરણ કાસ્યય—જેને અક્રિયાવાદી તરીકે એળખવામાં આવે છે. :(૨) મકખલી ગેાસાલક—આ વાદને સંસારશુદ્ધિવાદ કે નિયતિવાદ કહેવામાં આવે છે.
(૩) અજિતકેસકબલી-ઉચ્છેદવાદ
(૪) પશુદ કાત્યાયન—અન્યેાન્યવાદ
(૫) જૈનસંઘ પાૉપીય-ચાતુમ સવરવાદ (૬) સંજય મેટ્ટિપુત્ત-વિક્ષેપવાદ
જેમ આપણે આગળ કહી ગયા તેમ આ દર્શીને! ય વેદોકત ક્રિયાકલાપના વિરેાધે ઉત્પન્ન થયાં હતાં, અને એક યા બીજા પ્રકારે એમને ક્રિયાકાંડાની સામે એક સરખા વિરાધ હતા. આ જ છ દર્શને તે જૈન દર્શનમાં ચાર વિભાગેામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છેઃ
(૧) ક્રિયાવાદી, (૨) અક્રિયાવાદી, (૩) અજ્ઞાનવાદી અને (૪) વિનયવાદી.
મકખલીપુત્ત ગેાસાલક શ્રમણ ભગવાન મહાવીરનો શિષ્ય હતા. પરંતુ મતભેદ થતાં એણે નવીન મત સ્થાપ્યો હતો. જો કે એનું સ્વતંત્ર સાહિત્ય ઉપલબ્ધ નથી. પરંતુ જૈન અને ૌદ્ધ સૂત્રોમાં જે ખિના ઉપલબ્ધ થાય છે તે પરથી એ પૂર્ણ સત્ય પર પ્રતિષ્ઠિત હોય કે નહિ તે ભલે વિવાદાસ્પદ હાય તોયે એમ માનવાનું કારણ મળે છે કે તે વખતે એ મત વધુ સુદૃઢ સ્વરૂપે હતો. આને માટે વાંચા:–ઉત્થાન'ના મહાવીરાંકમાં ખુશાલદાસ કરગથલાનો લેખ.