________________
ષ..............ની
સંક્ષિપ્ત–મીમાંસા
પ્રસ્તુત પ્રસંગે આપણે ષડ્ઝનની ટૂંક મીમાંસા કરીએઃ
આ લેખમાં ઘણું એવું છે કે જે સાધક ન વાંચે તોય ચાલી શકે. વિશિષ્ટ જિજ્ઞાસુને એમ પણ ઈચ્છા રહે કે એ શું હશે ? અને જોઈએ. આ દષ્ટિએ આ લેખ લખું છું.
પદનોને ઈતિહાસ પદર્શનનો ઇતિહાસ ઘણો જ રમૂજી છે. એ દર્શને ઐતિહાસિક દૃષ્ટિએ સમય મુકરર કરવાનું અહીં પ્રસ્તુત નથી. ઈતિહાસકારો હજી એ સમય પણ નિશ્ચિત કરી શક્યા નથી. એ સંશોધનનો વિષય છે, છતાં તત્ત્વચિંતનની દષ્ટિએ અને મારી દૃષ્ટિએ એને અતિ મહત્વનું સ્થાન પણ નથી. ઈતિહાસશે ધનની દૃષ્ટિએ છે પણ એમાં જ ગૂંચવાઈ રહેવું એ સાધકને માટે તે યોગ્ય નથી જ. ઈતિહાસ સહાયક છે, મૌલિક નથી. તત્ત્વ કે સિદ્ધાંત જ મૌલિક છે.
દર્શનનું નામ અને એ વિષયનો રસ તે એક સામાન્ય વાચકથી માંડીને વિદ્વાન વર્ગ સુધી હોય એ સ્વાભાવિક છે. અહીં તો એને ક્રમિક વિકાસ આપવામાં આવે છે.