________________
પરિશિષ્ટ
- ૫૯ દશનોનો કૃમિક વિકાસ દર્શન એટલે દષ્ટિ. અંધશ્રદ્ધાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે છે એનું જ નામ દર્શન. આ દર્શને ક્યારનાં છે એ નિશ્ચિત કહી શકાય નહિ. સંશોધકો એમ માને છે કે પ્રાથમિક દશામાં માનવસમાજ જ્યાંસુધી અધ્યાત્મવાદ કે તત્ત્વચિંતન કરવાની યોગ્યતા નહોતા ધરાવતો ત્યાં સુધી કર્મકાંડ આધિપત્ય જમાવતું અને એ કર્મકાંડની જટિલતા પછી કોઈ એક સમયે અધ્યાત્મવિદ્યા અને તત્ત્વચિંતનનો વિકાસ થયો એટલે કર્મકાંડની સામે એનું યુદ્ધ મંડાયું અને અધ્યાત્મવિદ્યાના યુગનો પ્રારંભ થયો.
ઈ. સ. પૂર્વે ૧૫૦૦ વર્ષથી માંડીને ભારતનો પ્રાચીન યુગ શરૂ થાય છે. ત્યારબાદ ૧૦૦૦ વર્ષે મધ્યમયુગ અને ત્યારબાદ મુસલમાની હુમલા પછી નૂતનયુગ શરૂ થાય છે. એ ભારતના પ્રાચીનયુગ પહેલાં આર્યસંસ્કૃતિનું શું સ્વરૂપ હતું ? આર્યો કયાંથી અને કયારે આવ્યા? વૈદિક સંસ્કૃતિને ઉગમ અને વિકાસ ક્યારથી થયો ? બેબિલોનીયન સંસ્કૃતિની સાથે વૈદિક સંસ્કૃતિનો મેળ છે કે કેમ ? સુમેરીયન સંસ્કૃતિ અને બેબીલેનીયન સંસ્કૃતિને શો સંબંધ છે? ઇત્યાદિ. જે કે એ ઇતિહાસ પણ હજુ સંશોધનનો વિષય છે પણ એ જ્ઞાતવ્ય છે, એને માટે અહીં ચર્ચા પ્રસ્તુત નથી. અહીં તે હું પ્રસ્તુત સૂત્રને સંબંધ ધરાવતી વાતેને અંગે જ ષદર્શનનો પ્રશ્ન ચર્ચ છું.
શ્રમણ ભગવાન મહાવીરનો કાળ એટલે ઈ. પૂ.પ૭ નો કાળ. એને સમાવેશ મધ્યયુગની આદિમાં જ થાય છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બને સમકાલીન હતા, જે કે એમના પહેલાં પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને જીવદયાની ભાવના : એ તો ઓછા વધુ પ્રમાણમાં હતાં જ. જૈન સંસ્કૃતિને ઉગમ પ્રાચીનતમ છે. શ્રમણ પાર્શ્વનાથ તો ઐતિહાસિક પુરુષ છે. એટલે એ સંસ્કૃતિનાં બીજે રોપાયેલાં તો હતો જ પરંતુ વૈદિક મંત્ર અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ કર્મકાણનું વ્યાપક જેર હાઈ એ સગુણની પૂજાને એ૯૫ સ્થાન હતું.