________________
વીરપ્રભુની તપશ્ચર્યા
૪૨૩
જોકે અહીં આઠમા સૂત્રમાંથી તે માત્ર એટલું જ જાણવાનુ મળે છે * ભિક્ષા તે જ કહેવાય કે જે અન્નપાણી ગૃહસ્થે પેાતાને માટે તૈયાર કર્યા હાય છતાં તેમાંથી પાતે અમુક સચમ કરીને ભાવનાપૂર્ણાંક ભિક્ષુને આપે. આવે! સાંચમ અને ભાવના સૌ કાઈ ગૃહસ્થને સુલભ નથી. અને એથી જ ભિક્ષા મેળવવી દુર્લભ છે એવા અનુભવી જનેાના અનુભવ ચથા છે. શિક્ષા મેળવવામાં ભિક્ષુને આટલું જોવાનું એ તેા મુખ્ય. બાકી પેાતા માટે તેમાનું પથ્ય શુ છે? આપનાર સંચમભાવનાથી આપે છે કે તેની પાછળ કાઇ ખીજો આશય છે? આપનારને ભિક્ષા આપ્યા પછી કષ્ટ તા નહિ થાયને ? એ આપનાર ભિક્ષા આપતાં આપતાં બીજાં કાઈ સૂક્ષ્મજીવાને તે નથી પીડી રહ્યો ને ? ઇત્યાદિ ખાખતા પણ ભિક્ષા ગ્રહણ કરતી વખતે જાણવા અને આચરવા ચેાગ્ય છે.× [૯] પ્રિય અપ્રમત્ત શિષ્ય ! તે ભગવાન ભિક્ષાર્થે જતાં રસ્તામાં ભૂખ્યા કાગડા કે પારેવાં વગેરે પક્ષી ચણતાં હેાય કે ખીજા પ્રાણીઓ કઈ ખાતાંપીતાં હોય તે તેમના તે કાર્યમાં ભગ ન પડે તે રીતે ધીમેધીમે ચાલતા અથવા તે મા છેાડી કે તે ઘર છેાડી ખીજે સ્થળે ચાલ્યા જતા.
નોંધઃ—નવમા સૂત્રમાં ભિક્ષાર્થે જતાં કે વળતાં માર્ગમાં પણ એ શ્રમણ કેટલા સાવચેત રહેતા એનું સ્વરૂપ દર્શાવ્યું છે; અને એ પ્રત્યેક સાધકને વિચારણીય છે. અપ્રમત્ત સાધક પ્રત્યેક ક્રિયામાં આય્યા જાગૃત હાવે! જ જોઇએ.
[૧૦] વિવેકી જંબૂ ! એ શ્રમણ મહાવીર ભિક્ષાર્થે કાઈ ગૃહસ્થના ઘરમાં પ્રવેશતા ત્યાં જો ખીજા કાઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચંડાલ, બિલાડી કે કૂતરાને આગળ કે પાછળ આવેલા જોતા અથવા તેને આહાર મેળવતાં દેખતા, તે તે ક્રિયામાં લેશ પણ વિક્ષેપ ન પડાવતા કે તેના પર દ્વેષ ન ધરતા, પણુ તે જ વખતે કાઈ ને જરા પણ અડચણ ન થાય તેમ ત્યાંથી તે દૂર ચાલ્યા જતા. આ રીતે તેઓ નાનામેાટા કાઈ જીવાને પેાતાના નિમિત્તે લેશ પણ દુઃખ ઉત્પન્ન ન થાય એવી કાળજી રાખતા.
× વિશેષ વીગત માટે જીએ શ્રી દશવૈકાલિકસૂત્રનું પાંચમું અધ્યયન