________________
વીરપ્રભુની તપશ્ચર્યા
કર૫
નૈસર્ગિક જીવન ગાળવું એટલે કેવળ પ્રારબ્ધ પર નિર્ભર રહેવું એ કેટલાકને ભ્રમ હોય છે. એ ભ્રમ ટાળવો જ રહ્યો. નૈસર્ગિક જીવન ગાળનાર તે પ્રબળ પુરુષાથ હોય, પણ ફેર એટલો જ કે પુરુષાર્થ પ્રબળ હોવા છતાં વસ્તુ પ્રાપ્ત થવાને વેગ ન સાંપડે તોય એ સકારણ છે એમ માનીને બીજાની જેમ પિતાની ચિત્તશાંતિને ગુમાવે નહિ.
[૧૨] વહાલા સાધક શિષ્ય! વળી તે શ્રમણ મહાવીર ઉત્કટુક (ઊકડું આસન) ગોહિકાઆસન (ગાય દેહતી વેળાનું આસન) તથા વીરાસન વગેરે આસને સાધી તે આસન પર સ્થિર થઈ તથા સમાધિવંત બની (અંતઃકરણની શુદ્ધિપૂર્વક)ને ધ્યાનમાં લીન થતા અને તે અવસ્થામાં ઊર્ધ્વક, અધોલેક અને તિરછો લોક અર્થાત કે ત્રણે લેકનું સ્વરૂપ વિચારતા.
નોંધ –અહીં દયાનસ્થ સાધકને માટે આસનની અગત્ય તથા ધ્યાનનો હેતુ ચિત્તસમાધિ જાળવવાનો છે એમ સમજાવ્યું છે. અને ચિત્તશુદ્ધિ વિના ચિત્તસમાધિ કે દયાન સંભવતાં નથી, એમ પણ દર્શાવ્યું છે, ચિત્તશુદ્ધિ કેમ થાય એના આકાર તથા પ્રકારે અગાઉ જ બતાવ્યા છે એટલે આટલું વિચારીને પછી જ ચાતા બનનાર સાધકે યોગ્ય માર્ગમાં પ્રવેશ કરવો સમુચિત થઈ પડશે.
પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત પૈકીના અહીં ઉચ્ચ કોટિના શાનની બીના છે. જૈનદર્શનમાં આવા ચાનને ધર્મધ્યાન કહે છે અને ત્યાંથી જ તે ધ્યાનનો પ્રારંભ માને છે. પણ એ ધ્યાન માનવતા, શ્રવણ, વિચાર, જ્ઞાન, ચિંતન અને મંથન પછી જ જન્મે છે, એટલે તેટલી યોગ્યતા સૌથી પ્રથમ પ્રાપ્ત કરવી જોઈએ. તે ગ્યતા મેળવ્યા વિના ધરેલું ધ્યાન વિકાસનું સાધક નીવડતું નથી.
જ્યાં સંચમ નથી ત્યાં જ્ઞાન નથી, અને જ્ઞાન નથી ત્યાં ધ્યાન શાનું હોય? પ્રત્યેક ક્રિયા પાછળ સૌથી પ્રથમ આંતરિક વિકાસ જોઈએ એવું જૈનદર્શનનું મંતવ્ય છે. બહારને સાધનવિકાસ થયા પછી સ્વયં આંતરિક વિકાસ થઈ શકે છે એવો કેટલાંક દર્શને, મત કે પંથને મત છે, તેને એ