________________
શ્રી આચારાંગને ઉપસંહાર
શ્રી આચારાંગનું વિસ્તૃત વિવેચન થયા પછી એને સાર કે
નિષ્કર્ષ શું, એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક નવીનતાની શોધ છે. શ્રી આચારાંગસૂત્રનો સાર કે નવનીત ટૂંક
વાક્યોમાં આ રીતે રજૂ થઈ શકે – શ્રી આચારાંગને વનિ જીવનમાં નવીનતાના સંભાર ભરવાનું સૂચવે છે.”
નવીનતા સૌને ગમે છે. બાળક નવાં નવાં રમકડાં શેધે છે, કિશોર વિદ્યા અને કળાદિનું વૈવિધ્ય શીખવા મથે છે, યૌવનને ઉત્સાહ પ્રવૃત્તિનાં રસક્ષેત્રે સૂંઢે છે, પ્રૌઢત્વ જીવનના અનેક અખતરાઓનું નવનીત તળે છે, અને વૃદ્ધત્વ તે જાણે બાળત્વ, એને તે નવું જ ગમે. આ રીતે વયની દૃષ્ટિએ જુઓ, સચિ, પ્રીતિની દૃષ્ટિએ જુઓ, સૌને હંમેશાં સર્વ ક્ષેત્રમાં ને સર્વ ક્રિયામાં એકમાત્ર નવીનતા ગમે છે.
શ્રી આચારાંગ કહે છે કે -નવીનતાની શોધમાં તે એકસરખા સૌ ઉમેદવાર છે અને હકદાર પણ છે.
મુમુક્ષુ, સત્યાથી કે જિજ્ઞાસુ જ એને ઈચ્છે છે કે એ જ એ માર્ગે જઈ શકે એવું કશું નથી; અને અનુભવ પણ એમ જ કહે છે કે સૌને ભૂખ તે છે જ પછી ભલે એનાં ક્ષેત્ર નિરાળાં હોય. કેઈને ધનમાં જ એ નવીનતા દેખાય છે, તો એ કેવળ વિવિધ વ્યાપારદ્વારા ધન જ ભેગું કર્યા કરે છે. તેને જ જોઈને મલકાય છે. પછી એનું શું થાય છે, એની એને ચિંતા નથી. કોઈને ભોગમાં જ માર છે, તે એ એના જ વૈવિધ્યને શોધતો ફરે છે. ધન જાય, મન મેલું થાય કે તન તવાય એવું જેવા સારુ ભવાની એને કંઈ પડી હોતી નથી. એ જ રીતે કોઈને કળા, તે કોઈને સૌંદર્ય, કેઈને સત્તા, તો કોઈને શાણપણ જે કંઈ ગમે છે તેમાં એ મગ્ન અને મસ્ત રહે છે અને તે ખાતર સર્વસ્વ ખર્ચવા એ હરપળે તૈયાર રહે છે.