________________
આચારાંગસૂત્ર ભગવદ્દગીતાના ચિત્રકાર ગીતામાં ભૌતિક યુદ્ધની પીછીને
આધાર લઈ આધ્યાત્મિક યુદ્ધને ચીતરે છે. સંસ્કૃતિના સૂત્રધાર ગીતાના મુખ્ય સૂત્રધાર બને છે શ્રીકૃષ્ણ અને
એના પરમસખા વીર અજુન. શ્રી આચારાંગમાં પણ શ્રી સુધર્માસ્વામી પિતાના સુશિષ્ય જંબૂને ઉદ્દેશીને આધ્યાત્મ યુદ્ધનું એ જ રીતે વિવિધ વર્ણન કરે છે. શ્રી આચારાંગના પ્રથમ અધ્યયનનું નામ પણ શસ્ત્રપરિજ્ઞા છે અને એમાં શોને વિવેક છે. શા કઈ રીતે અજમાવવાથી જયપરાજય મળે એનું એ રહસ્ય ઉકેલે છે.
પણ ગીતામાં તે યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી. પાંડવો અને કૌરવોની મહારથી સેના બન્ને તરફ સજજ હતી. વડીલ, પિતરાઈ, સ્વજન, સખા અને મિત્ર ગણાતા એવા કૈક સ્વજનો સામે અને તરફેણમાં હતા. જેને હણું? કોને ન હણું? એવા વિચારમાં અર્જુન મૂંઝાતે હતે. શસ્ત્ર તે એની પાસે તૈયાર હતાં. પોતે પણ જન્મને ક્ષત્રિય, એટલે યુદ્ધ ખેલવું એ તે એને વારસાથી પ્રાપ્ત થયેલે ધર્મ. એ ધર્મની મર્યાદા રાખીને ચિનગારી ફેંકવાની જ માત્ર જરૂર હતી, અને એ શ્રીકૃષ્ણચંદ્ર પૂરી પાડી.
અને ક્ષત્રિય હતે. એના બેધક પણ ક્ષત્રિય ક્ષત્રધારી હતા. છતાં વિકાસની ભૂમિકામાં જોઈએ તે અર્જુન એક જિજ્ઞાસુ હતે. જેકે જંબૂના બેધક સુધર્માસ્વામી બ્રાહ્મણ હતા પણ જંબુસ્વામી ક્ષત્રિય હતા.
અજુન સદગૃહસ્થ હતા, જેકે એના બેધક તે ભેગી છતાં પણ યુક્તયેગી હતા જ. જંબૂ એ ત્યાગી હતા, અને સુધર્મા ત્યાગચૂડામણિ હતા. આ રીતે આચારાંગકાર અને જિજ્ઞાસુ બને ત્યાગી હતા.