________________
**
પરિશિષ્ટ
આટલા આકારભેદથી શ્રી આચારાંગમાં મુખ્યત્વે ઝળકે છે ત્યાગ અને શ્રી ગીતામાં ઝળકે છે અનાસક્તિયેાગ. પણ ત્યાગ અને નિરાસક્તિ એ તે માત્ર નામના ભેદ છે. કદાચ કેટલેક અંશે ખાદ્યક્રિયાના ભેદ હશે. એ બન્નેનાં હૃદય તા એકરૂપ જ છે,
ત્યાગમા અને અનાસક્તિયાગ
જે અનાસક્તિમાં ત્યાગ નથી, તે નિરાસક્તિ પૂર્ણ નથી; અને જે ત્યાગમાં અનાસક્તિ નથી, તે ત્યાગ સંપૂર્ણ નથી. અનાસક્તિનુ સાધન ત્યાગ અને ત્યાગનું ફળ અનાસક્તિ. આથી જ શ્રી આચારાંગમાં મળતાં મુખ્યમુખ્ય બધાંય તત્ત્વા ગીતાજીમાં સાંપડે છે. જેમ ગીતાજી ભાગમાંય ત્યાગ હાવા જોઈએ, કર્મ કરવા છતાં કર્મફળને ત્યાગ કરવા જોઈએ એમ કહી ચેતાવે છે, તેમ શ્રી આચારાંગ ત્યાગમાંય ભાગાપત્તિ આવી પડવાના સંભવ છે એમ કહી ત્યાગી સાધકને સાવધ કરે છે.
ગીતાને સૂત્રધાર અર્જુન ધનુવિદ્યા શીખી ગયા હતા. લડવું કેમ એ જાણતા હતા. માત્ર ત્યાં લડવું ને કાં ન લડવું એ યુક્તિના અનુભવની જ ખામી હતી; એટલે એને સાંખ્ય
ત્યાગવીરા પચે એમ હતું. સૌ કાઈ ને માટે એ સાધ્ય નથી. વિષયામાં રહેવું અને નિરાસક્ત બનવું એ તા એ કાઠામાં પાર’ગતનું જ કામ છે. જુઓ વેદધ કે જીઆ જૈનધર્માં; અન્નેમાં વિલ દૃષ્ટાંત છે. જનકવિદેહી જીવન્મુક્ત અને અહીં ભરત ચક્રવતી અને માતા મરુદેવી. એકને ભુવનમાં આત્મભાન, ખીજાતે હાથીના હાદ્દા ઉપર કેવળજ્ઞાન; અને બાકી તો ખીજા સૌને ત્યાગમાગે જ ઈચ્છિત મળ્યું છે. કપિલ જુએ કે કણાદ જુએ, વ્યાસ જુએ કે વસિષ્ઠે જુએ, ભતૃ હિર જુએ કે ગેાપીચંદ જી, કુમારિલભટ્ટ જીએ કે શંકરાચાર્ય જુએ, ભગવાન બુદ્ધ જુએ કે ભગવાન મહાવીર જીએ; સૌને ત્યાગમા સ્વીકારવા જ પડ્યો છે. ત્યાગ એટલે શું? એ વાત તે આગળ જ સ્પષ્ટ કરી છે.
હવે આપણે શ્રી આચારાંગ અને શ્રી ગીતાના સૈદ્ધાન્તિક, સાધનાત્મક અને સમાનાર્થસૂચક શબ્દાત્મક સમન્વય વિષે વિચારીએ :