________________
૧૪ . આચારાંગસૂત્ર
જગતનું કર્તુત્વ કે છેવોનાં કર્મોનું સર્જન કરવું એ ઈશ્વરનું કાર્ય નથી. તેમજ કાઈ પણ કર્મો કે કોઈ છનાં કર્મોનાં ફળ એમને અપાવવા એમાં પણ એની આવશ્યક્તા નથી. જગતમાં જે કાંઈ દેખાય છે એ બધું યોગ્ય સામગ્રી મળતાં પિતાના સ્વભાવાનુસાર જ પરિવર્તન પામ્યા કરે છે. માટે જ ફરીફરી કહ્યું છે કે –
स्वभावत: प्रवृत्तानाम्, निवृत्तानाम् स्वभावतः। नाऽहं कतैति भूतानाम् , यः पश्यति स पश्यति ॥
પિતાનાં કર્મવશાત સ્વતઃનિવૃત્ત અને સ્વતઃ પ્રવૃત્ત થયેલા ' એવા જેનું હું કશું જ કરતો નથી. અર્થાત કે આ બધી રચના નિયમને વશવતી થઈ બન્યા જ કરે છે એવું જે જાણે છે એ જ સાચા પંડિત પુરુષો છે. પ્રત્યેક આત્માનું સ્વતંત્ર વ્યક્તિત્વ
इच्छाद्वेषसमुत्थेन, द्वंद्वमोहेन भारत ।
सर्वभूतानि संमोहं, सगै यान्ति परंतपः॥ ७-२७ રાગ અને દ્વેષથી જન્મેલાં હંમોહથી સંસારના સર્વ જીવો ફસાઈ પડ્યા છે, અને એથી સંસારપરંપરાને પામ્યા કરે છે.
जातस्य हि धुवं मृत्युः ध्रुवं जन्म मृतस्य च ।
જીવાત્માઓ અનેક છે અને એ જન્મે છે એવું નક્કી છે, તે પછી જ્યાં સુધી મુક્તિધામ ન પામે ત્યાં સુધી કર્મની સંકલનાના અનિવાર્ય નિયમને અધીન બની મરવું એ પણ અનિવાર્ય છે જ (અ) ૨. ૨૭ નું પૂર્વાર્ધ)
પણ અહીં કઈ શંકા કરે તે પહેલાં જ જન્મમરણના ચક્રમાં રહેવા છતાં આત્મા પિતે પિતાના સ્વરૂપમાં અખંડ કેવી રીતે રહી શકે છે એની આદર્શ ઉપમા આપતાં ગીતાજી વદે છે કે -- वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृहणाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥