________________
૧૬
આચારાંગસૂત્ર વળી પરિવર્તનની શક્યતાને વધુ સ્પષ્ટ કરતાં ગીતાજી વહે
પુનર્જન્મને સ્વીકાર
देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा। तथा देहान्तरप्राप्तिर्षीरस्तत्र न मुह्यति ॥ (२-१३)
જેમ દેહની હાજરીમાં સંસ્કાર, કાળ અને દેશપરત્વે પરિવર્તને થયાં કરે છે; એક જ દેહી એ જ દેહમાં કુમારવયે સરળતા, સૌમાર્ય, વાત્સલ્ય અને ચેષ્ટાવૈવિધ્ય અનુભવે છે; યૌવનમાં જમ્, ઉત્સાહ, ઔદાર્ય, વિદ્યા અને નવીન આશાના ડેલનમાં ડોલે છે અને પુનઃ જરાવસ્થામાં એ જ મદમાતું શરીર અને ચપળ ઈદ્રિયો શિથિલ અને જીર્ણ થાય છે એ સ્પષ્ટ અનુભવ થાય છે;
તેમ એ જ દેહ જીર્ણ થયે પુનઃ અન્ય દેહની પ્રાપ્તિ થવામાં શી અસતા છે ? આ પરિવર્તનની પાછળ જે કંઈ કારણ છે એ જ કારણ સંકલનાબદ્ધતાના અનિવાર્ય નિયમને માન આપી, અન્ય દેહના નિર્માણકાર્યમાં હોવું સંભવિત કેમ ન ગણી શકાય ? ગીતાનો લોકાઈ કહે છે કે –એ દેહાન્તરપ્રાપ્તિ સ્વાભાવિક હોવાથી જ જે ધીર પુરુષ છે તે મૂઝાતો નથી.
પણ અહીં પ્રશ્ન એ છે કે જેમ આ દેહમાં થતાં કૌમારાદિ અવસ્થાનાં કે શરીરનાં સ્થૌલ્યદૌર્બલ્યાદિ વિવિધતાનાં પ્રત્યક્ષ દર્શન થાય છે, તેમ જ અન્ય શરીરની પ્રાપ્તિ થાય ત્યારે એ બન્ને શરીરમાં સાક્ષીરૂપ અને પિતાના સ્વરૂપમાં સ્થિત રહેલા આત્મા કે ચૈતન્યને એનું ભાન સ્પષ્ટ કેમ નથી થતું? આવો જ પ્રશ્ન પૃથાનંદનને ઉદ્દલાવ્યા હતા. શ્રી કૃષ્ણચંદ્ર એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે
अव्यक्तादिनि भूतानि व्यक्तमध्यानि भारत । વ્યmનિધનાચે તત્ર વા પરિવના II (૨-૨૮)