________________
૧૮
આચારાંગસૂત્ર
અનુમાન બાંધવા માંડે તો જ સ્પષ્ટ બંધાય છતાં એ કહેવું જ જોઈએ કે એની સળંગ સંકલનામાં પૂર્વ અને પશ્ચાત ચિત્રો છે અને એના સંકલનાકાર કે જ્ઞાતાને એને પ્રત્યક્ષ અનુભવ પણ છે એટલું જ નહિ, બલકે એ દ્રષ્ટા પણ જે ધીરજ રાખીને અને ઊંડાણની સંકલનાત્મક દૃષ્ટિએ જુએ તો એ પણ જાણી શકે. માત્ર પડદો તૂટી જવો જોઈએ. તે જ રીતે અજ્ઞાનને પડદો તૂટી ગયા પછી પિતાના પૂર્વ જન્મોની અને પશ્ચાત જન્મોની જ માત્ર નહિ બલ્ક સર્વ જીવોની, સર્વ અવસ્થાઓની ચાવી-મૂળ જ્ઞાન પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકે પાણીના પૂર્વરૂપને તથા પશ્ચાત્ રૂપને નિયમરૂપે જાણી શકે તેય એને પ્રત્યક્ષ ન કરી શકે. પણ જીવનની સંકલન–સંબંધમાં તેવું નથી. તે તો શાન થતાં સ્પષ્ટપણે જાણી શકાય છે.
એ જ ભાવને વ્યક્ત કરતાં ગીતાજીમાં શ્રી કૃષ્ણચંદ્રકથે છે કેસર્વત્વને સર્વને સમાન અધિકાર
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परंतप ॥
મારા અને તારા અને એવા અનેક ના જન્મ અને એને લગતી અનેક ક્રિયાઓ થઈ ગઈ તે બધું તું આજે (આવરણ હોવાથી) નથી જાણી શકતા, પણ હું જાણું છું.
[અ. ૪. પ.] यस्तु स सर्वज्ञः सर्ववित्-सर्वमेवाविवेशं ।
(પ્રશ્નોપનિષ) ઉપરના કથનથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે.
યોગીશ્વર શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે હું જાણું છું તેથી તું એમ ન સમજ કે બીજા ને જાણી શકે. જે કાઈ પ્રયત્ન કરે તે સર્વજ્ઞત્વના અધિકારી છે. માત્ર યોગ્યતા જોઈએ.
યેગ્યતાના સંબંધમાં કહ્યું છે કે – निर्मानमाहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्त कामाः। द्वंद्वैविमुक्ताः सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥