________________
હo
આચારાંગસૂત્ર
ત્યાગ અને અનાસક્તિ
નિષ્કામવૃત્તિ-વાસનાત્યાગ અનાસક્તિના સંબંધમાં સામાન્ય રીતે લોકોને એ ખયાલ છે કે પ્રત્યેક કર્મો નિષ્કામ રીતે કરવાં. જે નિષ્કામને ઈચ્છા રહિતપણું
એટલે જ અર્થ કરીએ તે તે ઈચછા વિના પ્રવૃત્તિ જ શક્ય નથી. નિષ્કામી પણ કર્મવેગી તે છે જ. એટલે ઈચ્છાને સ્વીકાર કરી વાસના રહિતપણું એ જ નિષ્કામનો અર્થ ઘટાડો રહ્યો.
જે આપણે વાસનાની મીમાંસામાં ઉતરીએ તે તે એ ચર્ચા અનંત થાય. પણ સામાન્ય રીતેય અવલોકીયે તેય એટલું તે જણાઈ આવશે કે વાસનાનું સબીજ બળી જવું એ ઘણી જ ઊંચી ભૂમિકાની વાત છે. જેના દર્શનની અપેક્ષાએ જોઈએ તે બારમા ગુણ– સ્થાને જ કષાયોની સર્વથા ક્ષીણતા હોઈ શકે એવું પ્રતિપાદન છે. જે કે વાસનામાંય ગાઢ કે શિથિલ સંસ્કારોની અપેક્ષાએ તારતમ્યતા તો છે જ.
આટલું વિચાર્યા પછી બે માન્યતાઓ ઉભી થાય છે (૧) વાસનાને રોકવા માટે નિમિત્તોથી દૂર રહેવું આવશ્યક છે. (૨) નિમિત્તોની સામે જીવવા છતાં માનવને સુલભ એવી પ્રજ્ઞાશક્તિ અને પુરુષાર્થથી વૃત્તિઓને આધીન થયા વગર સ્થિર રહેવું.
આસક્તિત્યાગ: એક આદર્શ પહેલી માન્યતામાંથી ત્યાગને આદર્શ ખડે થાય છે અને બીજી માન્યતામાંથી અનાસકિતનો આદર્શ ખડા થાય છે. આ બેમાં સરળ માર્ગ કયો? એમ હવે પૂછવામાં આવે છે એ જ જવાબ મળે કે પ્રથમ તે કારણ કે નિમિત્તોથી પર રહીને વૃત્તિને જીતવામાં જે વીરતા જોઈએ છે એ કરતાં નિમિત્તોની સામે રહી વૃત્તિને જીતવામાં અનંતગણી વીરતાની જરૂર પડે છે. જંગલમાં કે વસાતથી દૂર રહી બ્રહ્મચારી રહેવું, નમ્ર, નિયમિત અને નિર્મોહી રહેવું સરળ છે. ધન કે અધિકાર ન મળ્યો હોય એને કરકસર અને સહિષ્ણુતા સુલભ છે.
પણ અહીં ત્યાગનું ધ્યેય જેમણે રજુ કર્યું છે. એ ચકાવે છે કે કે તું ત્યાગને અથ પદાર્થોનો ત્યાગ કુટુંબકબીલાનો ત્યાગ કરી જંગલમાં ભાગી જવું એમ ન સમજીશ. તેથી જ શ્રી આચારાંગનું સૂત્ર