________________
પરિશિષ્ટ : વેદને અર્થ જ્ઞાન થાય છે, જેનો અર્થ વિજેતા થાય છે.” જાણવું અને જીતવું બન્ને ક્રિયા જુદી છે, પણ પ્રવાહની દષ્ટિએ એ માત્ર ક્રમભેદ છે. પહેલાં જણાય છે અને પછી જિતાય છે. આ બ્રહ્મ સૂત્ર પ્રથમ સૂત્રથી ભાખે છે કે --
__ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः ।
એટલે કે નવીનતાના આકર્ષણ અને પૂર્વઅધ્યાસોની પકડ વચ્ચે એકાએક વિચારશ્રેણી જાગતાં જિજ્ઞાસા પ્રગટે છે. અને એ વિચારણને પ્રથમ પ્રશ્ન એ છે કે જન્મ, જરા, મરણ એ બધું શાથી ? હું ક્યાંથી આવ્યો? આ જગત શું ? અને હું શું ?
શ્રી આચારાંગસુત્ર જૈન આગમનું અગ્રિમ અને આદ્યઅંગ ગણાય છે. એનું સૂત્ર પણ ઊલટી રીતે એ જ વાત વદે છે કે'इहमेगेसिं नो संन्ना होइ कम्हाओ दिसाओ वा आगओ अहमंसि, अत्थि मे आया उववाइए वा नत्थि ? के वा अहमंसि ? के वा इओ चुओ इह पेच्चा भविस्सामि'-आ०१-१-१
કેટલાક અને આવું જ્ઞાન જ નથી હોતું કે હું ક્યાંથી આવ્યો ? મારે આત્મા પુનર્જન્મ પામનારે છે કે નહિ ? એ બે પ્રશ્ન કરી પછી કહે છે કે હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? અને હવે પછી અહીં અને પુનર્જન્મમાં મારી શી સ્થિતિ થશે ?
આટલું જાણ્યા પછી જ્યાં યુદ્ધ શરૂ થાય છે ત્યાંથી જ જૈનસંસ્કૃતિના પાયાનું મંડાણ થાય છે. વેદધર્મના સાહિત્યફાલને કાળના
માપથી માપીએ તેય પહેલા પૂર્વમીમાંસાના સૃજનજૂની સંસ્કૃતિ કર્મકાંડ, પછી ઉપનિષદ્દનું જ્ઞાન અને પછી
મહાભારતનું યુદ્ધ. વેદાંત, ઉપનિષદકે ભાગવતનું જ્ઞાન અને મહાભારતના યુદ્ધમાંથી જ ભગવદ્દગીતાને જન્મ થયે એ શું સૂચવે છે ? આટલા પૂર્વ રંગ કહી હવે આપણે ગીતા અને શ્રી આચારાંગના મૌલિક પ્રમાણભૂત સમન્વય તરફ વળીએ.