________________
૧૧
પરિશિષ્ટ (૭) આત્મા પોતે કરેલાં કર્મ અને સંસ્કારને લઈને નિત્ય. હોવા છતાં એને દેહ સાથે વેજાઈને જન્મમૃત્યુ કરવાં પડે છે. એટલે કે કર્મની જો કર્તવભોક્તત્વની સંકલના સ્વીકારવી પડે છે, તે એને જ લઈને પુનર્જન્મની સિદ્ધિ થાય છે. એટલે જૈનદર્શન પુનર્જન્મને સ્વીકાર કરે છે.
(2) આત્મા અને કર્મને સંબંધ અનાદિ હોવા છતાં એ સંબંધને અંત આવી શકે છે. અને જે કામાદિ ષરિપુઓથી સર્વથા મુક્ત થાય તેઓ સર્વજ્ઞત્વને પામી શકે છે. ત્યાં સ્ત્રી, પુરુષ, કે જાતિપાંતિ ઉચ્ચ કે નીચનો ભેદ નથી. એટલે “સર્વજ્ઞત્વને સૌ કોઈને એકસરખો અધિકાર છે, એમ જેનદર્શનનું માનવું છે.
(૯) મુક્તિધામ પામ્યા પછી એ સિદ્ધ પુરુષોને શીરે ફરી પાછા સંસારમાં આવી જન્માદિ ધારણ કરવાની ફરજ રહેતી નથી. એટલે કે “મુક્તાત્માઓનું અપુનરાગમન ” એ એને નવમો સિદ્ધાંત છે.
જોનસંસ્કૃતિના આ નવ મૌલિક સિદ્ધાંતોમાં એને સંપૂર્ણ આત્મા સમાઈ જાય છે. હવે શ્રીમદ્ ગીતાજીમાં એ સિદ્ધાંત એક યા બીજી રીતે કેવા ગોઠવાઈ ગયા છે એ શ્રી ગીતાજીના પ્રમાણભૂત લેકે આપવાથી વધુ સ્પષ્ટ રીતે સમજાશે –
स वै अयमात्मा झानमयः। અર્થ-જેનાથી જાણું શકાય છે અને જે જાણે છે તે આ જ્ઞાનસ્વરૂપ આત્મા છે-બૂ. આ. ઉપનિષદ્દ. આત્માનું અસ્તિત્વ
એની પૂર્તિમાં જગતને નિયમ વ્યક્ત કરતાં ગીતાજી કહે છે કે – नाऽसतो विद्यते भावो नाऽऽभावो विद्यते सतः। २-१६
* જૈન સંસ્કૃતિને આત્મા તપાસવા માટે આગળ જુઓ “વડદર્શનની સંક્ષિપ્ત મીમાંસા” નામને લેખ.