________________
વિરપ્રભુની તપશ્ચર્યા
૪૩૧
અને શાન્તિ કે આનંદને અનુભવ થાય. બાકી કલ્પનાના ક્ષેત્રમાં તો નિરાસક્ત કે સિદ્ધ બની જવું એ જરાય કઠિન નથી, તદન સરળ છે; પણ તેવી દશામાં મળતું સુખ પણ તેટલું જ કલ્પનાના ક્ષેત્ર જેવું એટલે કે મૃગજળના દેખાવ સમું હોય છે. એ વાત ભૂલવી નહિ.
જેવું અંદર હોય તેવું જ બહાર દેખાવાની ઇચ્છા, નિરભિમાનિતા અને વાસનાની વિજયશક્તિ વગેરે અનુભવથી સ્વયં જન્મે છે. સારાંશ કે સ્વાનુભવને માર્ગ જ સાધનાને માર્ગ છે. પોતાને જેને લેશ પણ અનુભવ નથી એવા કેવળ કલ્પનાના માર્ગે વિકાસમાં ઊડવું એ માત્ર ઇંદ્રજાળ છે. કેઈ પણ સાધક તેમાં ન ફસાય.
ઉપસંહાર તપશ્ચર્યા એ કર્મ બાળવાની પ્રચંડ ભઠ્ઠી છે. વર્તમાન કમેની શુદ્ધિ અને ભાવી કર્મોથી બચવાના બીજા અનેક ઉપાયો હશે પરંતુ પૂર્વાધ્યાસે તથા પૂર્વ કર્મોના વેગને દાબવાને કે પૂર્વસંસ્કારની શુદ્ધિ કરવાને માત્ર એ એક જ ઉપાય છે. આધ્યાત્મિક દર્દો મટાડવાનું એ એક જ અજોડ રસાચણુ છે. પણ તે રસાયણને ઉપયોગ પશ્ચપૂર્વક થવો જોઈએ તો જ તે પચે.
તપશ્ચર્યાનો લાભ પણ વીર પુરુષ જ લઈ શકે છે. બાહ્ય દેખાતી ઇંદ્રિયદમન અને દેહદમનની તપશ્ચર્યા પણ આવશ્યક તો છે જ, પણ તેની આવશ્યકતા આંતરશુદ્ધિ અને આંતરવિકાસની અપેક્ષાએ છે. બાહ્ય તપચર્ચાથી ચિંતન, ચિત્તપ્રસાદ અને ધ્યાનલક્ષિતાને ટેકે મળે છે, અને આત્મસ્વરૂપ તથા જગતસ્વરૂપને સમજવાની તક સાંપડે છે. જે તપશ્ચર્યા આ રીતે વૃત્તિના સંસ્કારે પલટી ચિત્તખિન્નતાને ઠેકાણે ચિદાનંદ ખુરાવે છે, તે તપશ્ચર્યા જીવનમાં વણવાનો સૌ કેાઈ પ્રયાસ કરે. , તપશ્ચર્યાથી કાયા કરમાય છે, એ ભ્રમ માત્ર છે. તપશ્ચર્યા એ તે નૈસર્ગિક ઔષધ છે. પાશ્ચાત્ય વૈદકમાં પણ હવે તપશ્વર્યાનું મહામૂલ્ય અંકાયું છે, અને અખ્તરાઓ પણ થયા છે. એટલે આ રીતે તપશ્ચર્યા એ શરીર મન અને આત્મા એ ત્રણેને તન્દુરસ્ત કરનારી સફળ જડીબૂટી છે; અને વૈરાગ્યવૃત્તિ તથા અભ્યાસથી એ સહજ અને સસાધ્ય બને છે. વિશેષ શું ! યુગમાત્રને સમાવેશ તપશ્ચર્યામાં છે. શ્રમણ મહાવીરને પલટી સર્વજ્ઞ તથા ભગવાન મહાવીર બનાવનાર સાધનામાં તપશ્ચર્યાનો પ્રધાન હિસ્સે છે.
એમ કહું છું. ઉપધાનશ્રુત નામનું નવમ અધ્યયન પૂર્ણ થયું.