________________
૪૩૦
આચારાંગસૂત્ર
કહી નાખ્યા છે. પ્રત્યેક સાધકને મળે તેવું સ ક્યનના સારભૂત આ આટલું માખણ છે.
સાધનામાં પ્રવેશનાર સાધક પ્રાય: પારકા અનુભવને પેાતાને અનુભવ માની આચરવા માંડે છે. એટલે વિકાસના પથમાં જોડાવા છતાં વિકાસને બદલે પ્રાય: પતન નાતરે છે. સતત શુભાશુભ સાંસારિક વૃત્તિમાં મરાગ્લ રહેતા માનવ કરતાં પણ સાધકની ઘણી વાર કફોડી સ્થિતિ જોવામાં આવે છે તેનું કારણ પણ આ છે.
બહારનું વાચન, બહારથી મળતા વિચારા કે અનુભવેને પેાતામાં કલ્પીને આગળ વધ્યે જાય છે. અને તેથી જ તેવા કલ્પનાના ગગનમાં વિહાર કરનાર સાધકનેા આંતરિક વિકાસ બહુ પાછળ રહી જાય છે, એટલે પેાતાના અનુભવથી જ સાધકે આગળ ધપવું રહ્યું. બહારનું ખધું તા માત્ર નિમિત્તભૂત છે. બહાર સાગર હાય કે રેતીનુ રણ હાય, તેચે તેમાં સાધકને શું ? તે તે નિમિત્તને માત્ર પેાતાના ઉપાદાન ( અંતઃકરણના સંસ્કાર )ની સાથે બહુ બહુ તે! સરખાવીને ઉપાદાનને વિકસાવે.
શ્રમણ મહાવીર જૈનધર્મોના ત્રેવીસમા તીર્થોદ્ધારક તરીકે થઈ ગયેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના અપત્યયી ગણાતા કુળમાં જન્મ્યા હાવાથી તત્કાલીન પ્રચલિત જૈનત્વના સંસ્કારોને તેમને ગાઢ પરિચય હોવા સ્વાભાવિક છે. છતાં શ્રી મહાવીરની એ વિશેષતા હતી કે તેમણે જૈનદર્શનના સત્યને તૈયા અને જાણ્યા છતાંય બહારના મતે, દનો કે ધર્મ તથા તેના મૌલિક સિદ્ધાંત અને આચરણ જોવાને અવકાશ રાખ્યા, એટલું જ નહિ મલકે પ્રત્યેક જનના પૃથક્પૃથક્ વાદો, માન્યતાઓ અને માનસાને 'પણ અનુભવ્યાં. શ્રમણ મહાવીરની સાચી સત્યનિષ્ઠા અને સાચી જિજ્ઞાસાનું આ સુંદર પ્રતીક છે. સત્યાથી પરમ સત્યને જુએ તેાય એના જીવનમાં એ સત્યની પૂર્ણ પરાકાષ્ઠા જ્યાં સુધી ન સધાઈ હાચ ત્યાં સુધી એની જિજ્ઞાસા કાયમ રહે અને એમની શેાધક બુદ્ધિ જ્યાં જ્યાં સત્ય નુએ ત્યાં ત્યાંથી લે. આ દૃષ્ટિએ શ્રી મહાવીરે બહારનું બધું અવલેાકયું અને તે પણ આંતરદૃષ્ટિ સાથે રાખીને; પેાતાને દૂર રાખીને નહિ. અને આથી બહારનાં સાધનાને સાધનેાનું સ્વરૂપ આપીને સત્યના અનુભવે સ્વજીવનમાંથી જ તારવવા વિવિધ પ્રયોગા આદર્યાં, તથા એ માગે એમણે સત્યને જોયું, પચાવ્યું અને સંપૂર્ણ વિકસાવ્યું.
જેટલા સ્વાનુભવ થાય તેટલું જ સાધક માને, ખેલે અને વર્તન કરે તાજ તેનાં ખાદ્ય અને આંતરિક બન્ને જીવનતુલાના ત્રાજવાં સમાન રહે,