________________
૪૨૪
આચારાંગસૂત્ર નેંધ: જ્યારે બીજે ભિક્ષાથી ભિક્ષા મેળવતા હોય ત્યારે તેની નજરે કે દાતારની નજરે પડવાથી એ ભિક્ષાથીને દુઃખ થાય અથવા દાતાર જેને આપતું હોય તેને ઓછું આપે વગેરે અનેક દેશોનો સંભવ હેવાથી, ત્યાં તેવા પ્રસંગે ભિક્ષુને ભિક્ષાર્થે ઊભા રહેવું કે ભિક્ષા મેળવવા પ્રયત્ન કરવો એ ઇષ્ટ નથી એમ કહેવાને અહીં સૂત્રકારને આશય છે.
આ સૂત્રમાં જીવનવ્યાપી અહિંસાનું સુંદર ચિત્ર છે. કેઈની પ્રત્યક્ષ કે પક્ષ લાગણી દુભવવી કે કોઈની લાગણી દુભાય એવું નિમિત્ત આપવું તે પણ હિંસા છે. પછી એ અજ્ઞાનતાથી હો કે બેદરકારીથી હો! ઘણી વાર કર્મવાદના અજોડ સિદ્ધાંતને કેટલાક સાધકે વિકૃત સ્વરૂપમાં રજૂ કરતા હોય છે. પોતાની બેદરકારીથી–પોતાના નિમિત્તથી બીજાને ઈજા પહોંચી હોય, પહોંચતી હોય કે પહોંચવાની હોય તેમ જાણવા છતાં “એ જાણે અને એના કર્મ જાણે” એમ બેલી પિતાનું ર્તવ્ય ચૂક્તા હોય છે. શાણો અને વિવેકી સાધક આવું કદી ન કરે એમ શ્રમણ મહારથીની ઉપર દર્શાવેલી સાધુતા પરથી સ્પષ્ટ જણાઈ રહે છે.
[૧૧] વળી એ મુમુક્ષુ જંબુ! સાંભળ, મળેલી ભિક્ષાનો આહાર ભિંજાયેલ હોય, શુષ્ક હોય, ઠંડે હય, બહુ દિવસના અડદને, જૂના ધાન્યને કે જવ વગેરે નીરસ ધાન્ય હોય તેપણ શ્રી શ્રમણ મહાવીર, તેને સમભાવે (પ્રેમપૂર્વક) આરોગતા. અને કદાચ ભિક્ષાથે બહુ પરિભ્રમણ કરવા છતાં કંઈ ન મળતું તોય તેઓ એને સહજતપશ્ચર્યા માની પ્રમત્ત રહેતા. સારાંશ કે એ શ્રમણની મોક્ષમાર્ગાભિમુખ પ્રવૃત્તિ રહેતી.
નોંધ–ઘણા સાધકોને પિતાના જીવનમાં પળેપળે જે પ્રશ્ન મૂંઝવી રહ્યો હોય છે તેને આમાં ઉકેલ છે.
કેટલાક કેવળ પુક્ષાર્થને માનનારા અને કેટલાક કેવળ પ્રારબ્ધને માનનારા એવા માનવસમુદાયના બે વર્ગો વિશ્વમાં બહુધા નજરે પડે છે. શ્રમણ મહાવીરના જીવનમાં એકાંતપુરુષાર્થ કે એકાંતપ્રારબ્ધ નહિ, પણ એ બન્નેનું સાહચર્યાભર્યું સ્થાન મળી રહે છે.