________________
૪૨૨
આચારાંગસૂત્ર
સહજતપશ્ચર્યાનું ફળ કમની નિર્જરરૂપે પરિણમે છે. તપશ્ચર્યાને હેતુ ભૌતિક હોતો નથી, અને ભૌતિક હેતુપૂર્વક જે તપશ્ચર્યા થાય છે તે સહજ કે સફળ તપશ્ચર્યા પણુ ગણાતી નથી. સારાંશ કે સહજતપશ્ચર્યા દ્વારા જ આત્મશુદ્ધિ અને આત્મસંતોષ અને પ્રાપ્ત થાય છે. અને શ્રમણ મહાવીરે તેને અનુભવ કર્યો હતે.
[]] આત્મલક્ષી જંબુ! આ રીતે દેહાદિ સંયોગ તથા કર્મનું સ્વરૂપ યથાર્થ જાણ્યા પછી તે મહાવીર પોતે પાપકર્મ કરતા નહિ. કરાવતા નહિ અને કરનારને અનુમોદન સુદ્ધાં આપતા નહિ.
નેંધ –પણ જ્યાં સુધી તપશ્ચર્યા સહજ ન થાય ત્યાં સુધી કશું ન કરવું એવો કઈ રખે અવળો અર્થ કરે! તેથી અહીં સૂત્રકાર એમ કહેવા માગે છે કે જેને યથાર્થજ્ઞાન થયું છે કે યથાર્થ જ્ઞાન મેળવવાની સાચી જિજ્ઞાસા છે, તેને માટે આધ્યાત્મિક તપ અનિવાર્ય છે. એટલું જ નહિ બલકે તેને પ્રિય પણ લાગે છે. એટલે માણસ પોતે ઇચછે કે ન ઈચ્છે તોયે તે દ્વારા તપ
ર્યા સિવાય રહેવાતું નથી. પછી તે તપ ભલે બાહ્ય હાય, વ્યવસ્થિત ન દેખાતું હાય, પણ એ તપ તો છે જ.
સારાંશ કે યથાર્થ ભાન પહેલાંય તપ હોય છે, અને પછીયે હોય છે. પ્રથમ જે તપ હોય છે તે કૃતિસાધ્ય અને પ્રેરણજન્ય હોય છે. પછી તે સહજસાધ્ય અને સ્વભાવજન્ય બને છે. પ્રથમના તપને સંયમ અને પછીના તપને આધ્યાત્મિક તપ તરીકે ઓળખાવી શકાય.
[૮] શિષ્ય ! શ્રમણ મહાવીર ગામમાં કે શહેરમાં જઈ પરને માટે તૈયાર થયેલ આહાર (જે તે દાતાને સંયમી ભાવનાપૂર્વક આપવાની ઈચ્છા થાય તો જ) મેળવતા અને એ રીતે વિશુદ્ધ ભિક્ષા મેળવીને નીરાગ વૃત્તિથી (સંયમના હેતુપૂર્વક) તેને ઉપયોગ કરતા. | નેધ–વિશુદ્ધ ભજનની મન પર સુંદર અસર થાય અને શ્રમણ મહાવીર જેવાને પણ સાધક દશામાં તેની અનિવાર્ય આવશ્યક્તા હોય, તે વાતમાંથી એટલું સમજાય છે કે વિશુદ્ધ ભિક્ષા મેળવવામાં જે નિયમોની અગત્ય છે તે હેતુ સમજી વિવેકપૂર્વક આચરવા જ રહ્યા.