________________
વીરપ્રભુની તપશ્ચર્યાં
૪૨૧ તપશ્ચર્યા એટલે જેને પાતે ત્યાગ કર્યા છે એવા આહાર પ્રત્યે મન સુધ્ધાં ન જાય અને સ્વાધ્યાય કે ધ્યાનમાં અડેલ એકતારતા રહે. આ પરથી ઉપવાસ, ઊણાદરી, સ્વાદત્યાગ ઇત્યાદિ ખાલ તપશ્ચર્યાએ જ છે. એ પેાતે તપશ્ચર્યા નથી, પણ તપશ્ચર્યાનાં સાધનમાત્ર છે. અને એ સાધને પણ એટલા માટે જરૂરી છે કે દેહની નિત્ય નૈમિત્તિક ક્રિયા જેટલી અલ્પ થાય તેટલી વૃત્તિનિરોધના પ્રયાગમાં અનુકૂળતા થાય. આ વાત સૌ કાઈ ચાદ રાખે.
[૬] મેક્ષાથી જં ! દી તપસ્વી મહાવીર ઘણીવાર એકીસાથે પંદર૫ દર ઉપવાસ, માસખમણુ ( માસના ઉપવાસેા ) તથા બબ્બે મહિના અને છછ મહિના સુધી અન્ન અને પાણી બન્નેને ત્યાગ કરી ( અર્થાત્ ચાવિહારા ઉપવાસ કરી ) રાત્રિદિવસ નિરીહ ( ભાજનાદિની ઇચ્છારહિત તથા અપ્રમત્ત થઈ વિચરતા. તેમ જ અમ્બે, ત્રણત્રણ, ચારચાર ઉપવાસને પારણે પણ જ્યારે અન્નપાણી લેતા, ત્યારે એ કેવળ નિરાસક્ત ભાવે શરીરસમાધિ ટકાવવા સારુ જ લેતા હાઈ મધ્યમ અને સાજ ખારાક લેતા.
નોંધઃ—પ્રથમના સૂત્રમાં મિતાહાર, ઊણાદરી એટલે અલ્પાહાર અને સ્વાદવિજચની વાત હતી. અહીં ઉપવાસની વાત છે. એને સાર એ છે કે ઉપવાસ એ આકસ્મિક નથી, પણ પ્રયોગસાધ્ય સહજતપશ્ચર્યા છે. ઉપવાસ કરીએ તેા જ તપશ્ચર્યા કરી કહેવાય એવી માન્યતા સર્વાં‘ગસત્ય નથી. એટલું આ પરથી સ્પષ્ટ સમજાશે.
વળી તેઓ છ માસ જેટલા લાંબા કાળ સુધીના ઉપવાસ પછી પણ પારણામાં હંમેશની જેમ સહજ, સાત્ત્વિક અને સાદો આહાર લેતા એમ કહી અહીં સૂત્રકાર એ પણ વદી નાખે છે કે તેમના લાંબા કાળના ઉપવાસે પણ સહજ રૂપે હતા. આટલા લાંખાં કાળ સુધી ઉપવાસનું શું કારણ ? એવા પ્રશ્નને! ઉત્તર પણ એ જ કે જયાં સહજતા હૈાય છે ત્યાં કરવાનું ન હેાય તેાયે થઈ જાય છે. આપણે જ્યારે આપણી ઇષ્ટ વસ્તુની પાછળ પ્રયત્ન કરતા હાઇએ ત્યારે ક્ષુધા, તૃષા તે શું શારીરિક હાજતાને પણ ઘણી વાર ભૂલી જઇએ છીએ. અને જ્યાં ક્રિયામાં ચિત્ત પરોવાઈ ગયું હાય છે ત્યાં સમયનુંચ ભાન રહેતું નથી. એવે અનુભવ કેાને નથી? .