________________
૪૧૮ ' આચારાંગસૂત્ર ઔષધનું કાર્ય, રોગને મટાડવાની તાકાત તો નિસર્ગના હાથમાં જ છે, દહીંના હાથમાં જ છે. દદીને પરહેજ પાળવાનું કહેવામાં આવે છે એની પાછળ એ જ હેતુ છે. પરહેજ પાળવી એટલે નિસર્ગશક્તિને કામ કરવા દેવાને અવકાશ આપો. આથી આટલું સ્પષ્ટ સમજાશે કે જેની ક્રિયામાં સહજતા વતે છે તેને માટે પ્રતિકારક ઉપાયોની લેશ માત્ર આવશ્યક્તા નથી જ. પણ જેની વૃત્તિમાં પ્રતિકારક ભાવના છે અને એ ભાવના વૃત્તિ પરથી દૂર કરી નાખવા જેટલી જેણે હજુ શક્તિયે કેળવી નથી એણે તે વિવેકબુદ્ધિપૂર્વક શુદ્ધ ઉપચારાર્થે પુરુષાર્થ કરવો જ રહ્યો.
આ સૂત્રમાં તે સૂત્રકારે શ્રમણ મહાવીરની વૃત્તિ દેહગના પ્રતિકારથી અને દેહશુશ્રષાના ભાવથી પર કેમ રહેતી એને પણ ઉકેલ આપી દીધો છે. જેમ ખાવું, પીવું એ દેહધારીને સહજપ્રાપ્ત ધર્મ છે, તેમ ઈદ્રિનું વિષયમાં પ્રવર્તવું એ પણ ઇદ્રિને ધર્મ છે, એવા ભ્રમનું આમાં નિરાકરણ છે.
ઈદ્રિયો એવું ઈચ્છે છે ખરી, પણ એની એ ઇચ્છા સ્વસ્વભાવજન્ય નથી. એ તે માત્ર આદતથી જન્મી છે. વૃત્તિના પૂર્વાધ્યાને અંગે નિમિત્ત મળતાં તેમને ઉશ્કેરાટ પણ થતે દેખાય છે. પણ એ ઉશ્કેરાટ કે વિલાસ કરતાં ઈદ્રિયસંચમને માર્ગ વિકટ લાગે અને અલ્પ જ સંખ્યા એ માગે વળી શકે. પણ તે તે અશક્ય તે નથી જ, અને વહેલા ચા મોડા તે માર્ગે વળ્યા વિના ચિરશાતિ પણ નથી, એમ શ્રમણ મહાવીરનું જીવન ભારપૂર્વક ભાખે છે.
| [] આત્મલક્ષી જંબુ! તે શ્રમણ ઈદ્રિયેના ધર્મોથી-વિષયથી વિરક્ત રહેતા અને અલ્પભાષી બની વિહરતા હતા.
નોંધ –આ સૂત્રમાં મૌનનું પણ અધિક મહત્તવ અંકાયું છે. અને તે વાસ્તવિક છે. મૌનને વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંચમ સુધી પહોંચે છે. પણ અહીં એની મર્યાદા વાણુ સંયમ સુધી છે. સાધકની શક્તિને બહુ માટે હિસે કેવળ વાણીધારા જ વેડફાઈ જાય છે, એટલે કારણ વિના પણ ગમે
ત્યારે અને ગમે ત્યાં બેસવું જ જોઈએ એવી આદત પાડવી યોગ્ય નથી. વાચામાં જે અલૌકિક શક્તિ અને અદ્દભુત ચમત્કૃતિ છે તે પણ વાણીના