________________
' વીરપ્રભુની તપશ્ચર્યા
૪૧૭
ઈ એમ પ્રશ્ન કરે કે શું અલ્પ ખાવાથી કદી રેગ ન જ થાય ? એનો પોતે જ ઉત્તર આપી દે છે. એ કહે છે કે એવું એકાંત નથી. કારણ કે જીવ અને કર્મને સંબંધ કેવળ વર્તમાન ક્રિયા સાથે નથી. પરાપૂર્વથી ચાલી આવેલી ભૂલો-કર્મોથી પણ રોગ જન્મવાનો સંભવ તો છે જ. આ વાત ભૂલવી ન જોઈએ. આ પરથી આપણે ત્યાં કર્મના સિદ્ધાંતને જે દુ૫યેગ થાય છે એનું નિવારણ મળી રહે છે. વળી ઘણી વાર એવું બને છે કે માનવને બુદ્ધિ તથા પુરુષાર્થ જેવાં ઉત્તમ તો મળ્યા છતાં એ આળસુ બની જાય છે અને પિતાની આ પ્રત્યક્ષ ભૂલ ન જતાં પૂર્વકર્મો પર દેષારેપણ કરે છે. એ પણ અવાસ્તવિક છે. સારાંશ કે વર્તમાન ક્રિયાની પૂર્ણ શુદ્ધિ કરવી એ માનવની શક્તિનું કાર્ય છે. એ પિતાની વિવેકબુદ્ધિથી ગળીને બધી ક્રિયાઓ સંયમપૂર્વક કરે. અને એટલું જાળવવા છતાં કે આકસ્મિક આફત, પીડા કે રેગ આવી પડે તે ત્યાં એને પૂર્વ કર્મોનું પરિણામ માની પોતાની ભૂમિકાને ઘટતે શુદ્ધ પુરુષાર્થ કરે. સારાંશ કે તે સમયે પણ પોતાની શાન્તિ ન ગુમાવતાં એને અખંડ રાખવા પ્રયત્ન કરે.
કર્મોનું પરિણામ ભોગવવું સૌને માટે અનિવાર્ય છે, એવું તેઓને સતત ભાન રહેવાથી શ્રમણ મહાવીર પ્રત્યેક ક્રિયામાં સહજભાવે વર્તતા. એમની તપશ્ચર્યામાં પણ એ જ ભાવ હતો. આ આશચ વધુ સ્પષ્ટ કરતાં હવેના સૂત્રમાં કહે છે:
[] મેક્ષાથી જંબૂ! તે તપસ્વી પ્રતિકારવૃત્તિથી પર હોઈ તેમને રેગેના ઈલાજરૂપે જુલાબ, વમન તથા તેલમર્દન કે શરીરશુશ્રષા માટે સ્નાન, અંગચંપી કે દાતણની આવશ્યકતા રહેતી નહિ.
નેંધ –આ બન્ને સૂત્રોથી એ ફલિત થયું કે જ્યાં પ્રતિકારવૃત્તિ છે ત્યાં જ પ્રતિકારઉપાયની આવશ્યક્તા છે અને એ દિશામાં ઉપાય જાય એ કંઈ અસ્વાભાવિક નથી. પણ જૈનદર્શન તે નિસર્ગદર્શન હેઈએમ કહે છે કે કોઈ પણ ક્રિયાને પ્રતિકાર કરવો એ એને નિવારવાના ઉપાય જ નથી.
ચિકિત્સકે પણ એમ જ કહે છે કે –ઔષધ રોગને નાબૂદ કરવા સારુ એક પ્રતિકારક ઉપાય તરીકે જવામાં આવે છે એમ સામાન્ય રીતે જણાય છે ખરું, પણ વાસ્તવિક રીતે એમ નથી. વધતા રોગને અટકાવવો એટલું જ
૨૭.