________________
૪૧૬
આચારાંગસૂત્ર જંબુ! (તેઓ નૈસગિક જીવન જીવતા હોવાથી) તેઓનું શરીર નિત્ય નીરોગી હતું અને રહેતું. છતાં કઈ અકસ્માતથી વ્યાધિરેગ આવી પડે તોયે કદી તેઓ એને પ્રતિકાર (નિવારવાના ઉપાય) કરવાનું ઈચ્છતા નહિ.
નેધ–આ સૂત્રથી સૂત્રકાર એમ કહેવા માગે છે કે –માણસ નરેગી હોય તોયે શરીરનું સ્વાસ્થ બરાબર ટકાવી રાખવું. એ એની ફરજ છે, અને એ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે. અહીં એ કહેવું પ્રાપ્ત થાય છે કે કેટલાંક શાણું ગણાતા સાધકનેય પૂર્વાધ્યાસવશાત્ સ્વાદમાં રસ શોધવાની અને ભોગવવાની કુટેવ પડી ગઈ હોય છે. એમણે “રસ સ્વાદમાં નથી પણ ભૂખ અને ઉપગિતાથી થતી ચર્વણક્રિયામાં છે” આટલું સતત ચિંતવવું ઘટે. અન્યથા સ્વાદથી ઇન્દ્રિયો ઉશ્કેરાય છે, એટલું જ નહિ બલકે દેહને રોગિષ્ઠ પણ બનાવી શકે છે. એટલે શરીર એ સાધનામાં મુખ્ય સાધન હોઈ તેનું સ્વાસ્થ જાળવવું એ કર્તવ્યધર્મ જેને સમજાયો હોય એણે સ્વાદ જચે અને ઇંદ્રિયજય બે પ્રધાન અંગેને સૌથી પ્રથમ સંભાળવાં રહ્યાં.
ઉપરના સૂત્રમાં સારું અને સાત્વિક ભજન હોય તોયે પરિમિત કે અલ્પ લેવું એમ બતાવ્યું છે. આથી અલ્પ ભેજનથી ભૂખ રહે છે, અને નિર્બળતા વધે છે, એવો ભ્રમ ઘણાને હોય છે, એ વાસ્તવિક નથી એમ સહેજે સમજાશે.
અનુભવ પણ એમ જ કહે છે અને શરીરશાસ્ત્રના નિષ્ણાતો પણ ચક્કસ ઇતિહાસથી એમ ભાખે છે કે જગતની જેટલી પ્રજા અધિક ખાવાથી કે સ્વાદેલોલુપતાથી રેગિષ્ઠ થઇ અકાળે મૃત્યુ પામે છે તેટલી પ્રજા રાક ન લેવાથી પામતી નથી. આ વાતને ઓછાવત્ત સ્વાનુભવ પણ સૌને હેવો સ્વાભાવિક છે. તો આજે માનવે પોતાના જીવનની અનેક હાજત અને ખોટી જરૂરિયાત વધારી પોતાની જ બુદ્ધિથી પિતાનું દુઃખ નોતર્યું છે એમ દેખાય છે. સૂત્રકારના આશય પ્રમાણે પૂર્વાધ્યાને પલટી નાખવાથી ખેતી જરૂરિયાતો સહેજે ઘટી જાયં છે. આ પણ એક પ્રકારની તપશ્ચર્યા જ ગણાય.