________________
४०६
આચારાંગસૂત્ર પણ ઉપરના સૂત્રમાં સૂત્રકારે આપેલી અનાર્યોની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તારી આવે છે. આ પરથી અનાર્યોમાંય આર્યત્વ અને આર્યોમાંચ અનાર્યત્વ હોઈ શકે છે કે પ્રવેશી શકે છે. તેમ જ આર્ય કે અનાર્યને કઇ પણ જાતિ, ક્ષેત્ર કે કાળનાં બાહ્ય બંધન નથી એટલું સહેજે સમજાય છે.
[૫] આત્માથી ખૂ! આવા અનાર્ય લેકની વસતિમાં તે ભગવાન માત્ર એક કે બે વાર જ નહિ પરંતુ ઘણી વાર વિચરતા. ત્યાંની વજભૂમિમાં વસતા લોકોને પિતાના સારુ પણ લૂખું અને તામસી ભોજન માંડમાંડ મળતું હોવાથી તેઓ એટલા તો તામસી સ્વભાવના બની ગયા હતા કે સાધુને ભિક્ષાર્થે આવતા દૂરથી જોતાં જ ૮ષી બની કૂતરાઓને છૂ છૂ કરીને તેની પાછળ દોડાવી ઉપદ્રવ કરતા. આ કારણે બૌદ્ધાદિ મતના તથા બીજા કેટલાક ભિક્ષુકાને જે તે પ્રદેશમાં વિચરવાનું કામ પડતુ તે નાળવાળી લાકડી ( કૂતરાના ઉપદ્રવથી બચવા પૂરતું સાધન) હાથમાં લઈ બહાર નીકળવાનું રાખતા. છતાંય કૂતરાઓ તેઓની પાછળ પણ લાગ્યા રહેતા અને તેઓને કરડી ખાતા. સુજ્ઞ જંબુ ! આ રીતે એ લાટ પ્રદેશ મુનિવિહારને માટે સર્વથા વિકટ જ હતું, તોયે ભગવાને તે પરિસ્થિતિમાં રહી, દેહભાન ભૂલી તથા દુષ્ટ મનોવૃત્તિને દૂર કરી પ્રત્યેક પ્રાણી પ્રત્યે પ્રેમ કેળવીને અનેક પ્રકારનાં સંકટો અને અનાર્ય લોકોનાં કડવાં વચનોને સમભાવે તથા પ્રસન્નચિત્તે સહન કો.
નેધ-શ્રમણ મહાવીરનો આ શોધનકાળ હતો. અને એ શેાધનને માર્ગ કઠિન અને કપરો હતા. તોય શુધનને માર્ગ જેટલો કઠણ છે, તેટલી જ તેને ગર્ભમાં શાશ્વત શાતિ છે; અને પતનને માર્ગ જેટલો રારળ છે, તેટલો જ તેના ગર્ભમાં પરિતાપ છે. એવો એમને અતૂટ વિશ્વાસ હોવાથી એમણે એ સ્વેચ્છાથી જ સ્વીકાર્યો હતો. આ સૂત્રમાંથી એ પણ ફલિત થાય છે કે તે વખતે શ્રમણ મહાવીરના સાધનાકાળમાં બૌદ્ધ સાધુઓ પણ તે પ્રદેશમાં વિચરતા. આથી બુદ્ધદેવ અને ભગવાન મહાવીર બને સમકાલીન હતા. એટલું જ નહિ બલકે બૌદ્ધ ભિક્ષુઓ ભગવાન મહાવીરની સાત્વિક પ્રવૃત્તિનું અનુકરણ પણ કરતા કે કરવા ઇચ્છતા એમ પણ