________________
શ્રમણની સહિષ્ણુતા , - ૪૦૯ અહિંસા પણ સાચે વીર જ પાળી શકે. ક્તવ્યધર્મ પણ વીર જ બજાવી શકે. આ વાત અનુભવગમ્ય છે. જે વીર નથી હોતો તે કોઈને ક્રિયાથી ન મારે તોય વૃત્તિનો તે તે પામર અને નિર્માલ્ય હોઈ અનેકગણી માનસિક હિંસા કરી નાખે છે. એટલે જેની વૃત્તિમાં સાચી વીરતા છે. તે જ સાધક
આ સંગ્રામમાં પાર ઊતરે છે, એમ સમજવું. શ્રમણ જ્ઞાતપુત્રબહારનું યુદ્ધ છોડી તેના કારણને શોધ્યા પછી કેવળ આંતરિક સંગ્રામના અખંડ વિજેતા બન્યા અને રહ્યા હતા, માટે જ મહાવીર તરીકે પંકાયા.
બહારના સંગ્રામને વિજેતા સાચો વીર નથી. જે આંતરિક સંગ્રામનો વિજેતા છે તે જ વર છે. બહારના સંગ્રામમાં બહારના સાધન હોય, પણ આત્મસંગ્રામમાં તો કેવળ આંતરિક સાધનો જ હોય. બહારને વિજેતા પિતાને કે પોતાના સાચા શત્રુઓનો ભાગ્યે જ પિછાની શકવાથી લડે છે કે હણે છે ખરે; પણ એ કેવળ સાધનરૂપ દેહને-શત્રુતાને નહિ! પણ દેહ મરવાથી વૈર શમે એ માન્યતા જ ખોટી છે, એ તો ઊલટું વધીને અન્ય જન્મમાં વધુ પીડવાનું. આ વાત યાદ રાખવાડ્યુ છે. સાચો વીર એ બધાનાં મૂળને તપાસી કેવળ શત્રુઓને એટલે કે પોતાના આંતરિક ક્રોધાદિ રિપુઓને જ હણવાનું પસંદ કરે છે, અને સર્વ પ્રયત્ન એમની પાછળ જ ખર્ચા વિકાસ સાધે છે.
[૭] આત્માથી જંબુ ! કોઈ વખતે એ લાટ પ્રદેશનાં વિશાળ) જંગલમાં ચાલતાં ચાલતાં સાંજ થઈ જતી તો ઘણી વાર એ શ્રમણ વીરને રહેવાનું ગ્રામ પણ ન મળતું (અને ત્યાં જ કોઈ વૃક્ષતળે તેઓને રહી જવું પડતું), અને તેઓ ભોજન કે રહેવાનું સ્થાન શોધવા અર્થે કઈ ગામમાં પ્રવેશ કરવાનું મન કરતા ત્યાં તે પાદરમાંથી જ અનાર્ય કે સામે આવી તેમને મારતા, અને એમ કહેતા કે “અહીં સ્થાન નથી. એ ! પેલે સ્થાને જા. ( આ ગામથી બીજે ચાલ્યો જા)”
[૮] પ્રિય જંબૂ! ઘણું વખતે એ શ્રમણવરને આ લાટ દેશમાં વસતા અનાર્ય લોકો લાકડીથી, મૂઠથી, ભાલાની અણીથી, પથ્થરથી કે હાડકાના ખપરથી મારતા ને પાછા ઉપરથી ઊલટું